Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જયંતિભાઇ કવાડીયા નાદુરસ્ત તબિયતના લીધે સારવાર હેઠળ

મોરબી : રાજયના પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડીયાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આથી, રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ હોસ્પિટલ પહોંચી જયંતિભાઈ કવાડીયાની તબિયતની પૃચ્છા કરી હતી. હળવદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પંચાયત મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ તરીકે જવાબદારી વહન કરતા જયંતિભાઇ કવાડીયાની નાદુરસ્ત તબિયતની સારવાર અર્થે યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતની રૂબરૂ હોસ્પિટલ ખાતે જઇને ખબરઅંતરની પૃચ્છા કરતાં પંચાયત,શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો),ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા તેઓનું સ્વાસ્થ્ય સત્વરે નિરામય થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

(12:34 pm IST)