Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પડધરીના મોવૈયામાં વીજ ટીમ ઉપર ભાજપના અગ્રણી ધીરૂભાઈ તડપદા તથા અન્‍યો દ્વારા વીજ ટીમ ઉપર હુમલો : ડે. ઈજનેરને ઈજા

હુમલામાં જીઈબી દ્વારા પડધરી ભાજપ પ્રમુખ - જીલ્લા પંચાયતના માજી સભ્‍ય તથા અન્‍યોના નામ અપાયા : અધિકારીઓ ઉપર ધોકા અને હાથ ઉપાડી મારકૂટ કર્યાની જીઈબી દ્વારા રાવ : તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. ૧૧ : પડઘરી સબ ડિવિઝન અંતર્ગત મોવૈયા ગામમાં કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ દરમ્‍યાન  મોવૈયા ગામાંના ભાજપ અગ્રણી ધીરૂભાઈ મેપાભાઈ તળપદાના ઔધોગિક વીજ જોડાણમાં વીજ ચેકીંગમાં પાવર ચોરી માલૂમ પડતા તે કનેક્‍શન ચોરીમાં બુક કરતા ધીરૂભાઈ મેપાભાઇ તળપદા ઉશ્‍કેરાઈ જઇ ગામમાં ચાલતા વીજ ચેકીંગ માં વીજ ચેકીંગ કરતા અધિકારીઓ પર ધીરૂભાઈ મેપાભાઈ તળપદા અને તેના પરિવાર દ્વારા ધોકા અને હાથ ઉપાડી મારકૂટ કરી વીજ ચેકીંગ અટકાવી હતી.
સદર બનાવમાં હુમલો કરાના ઈસમોના નામ નીચે મુજબ છે
૧) ધીરૂભાઈ એપાભાઈ તળપદા - માજી તાલુકા પંચાયત પ્રમુખ ૨) ચિરાગભાઈ હેમંતભાઈ તળપદા - પડધરી યુવા ભાજપ પ્રમુખ ૩) ભારતીબેન ધીરૂભાઈ તળપદા -  માજી જિલ્લા પંચાયત સભ્‍ય. ૪) દિનેશભાઈ મોહનભાઈ તળપદા ૫) ચેતનભાઈ રમેશભાઈ તળપદા ૬) રમેશભાઈ મેપાભારે તળપદા ૭) જીજ્ઞાબેન ચેતનભાઈ તળપદા.
જૂનાગઢ સ્‍કવોડના એન્‍જીનિયર ડી.એન. પુરોહિતને ઈજા થતા તેમને સારવાર અર્થે વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. તેમની સાથે બી.એમ. શાહ અને અન્‍ય અધિકારીઓ પણ હોસ્‍પિટલ ખાતે દોડી ગયા હતા.
તમામ શખ્‍સોના નામ જીબીઆના યુનિયન અગ્રણી અને પ્રદ્યુમન નગર સબ ડીવીઝનના ડે. ઈજનેર શ્રી ભટ્ટે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતું.

 

(11:46 am IST)