Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મોરબીના કુશવાવ ગામ પાસે બાઇક સ્‍લીપ થતા જયાબેન સુરેલા અને ભત્રીજા હાર્દિકનું રાજકોટમાં મોત

હળવદના વેગવડની મહિલા તેના ભત્રીજા સાથે પતિના બાઇક પાછળ બેસી લગ્ન પ્રસંગમાંથી પરત આવતા'તા : પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧૧ : મોરબીના કુસવાવ પાસે બાઇક સ્‍લીપ થતાં અકસ્‍માતમાં ધવાયેલ વેગડવાવની મહિલા અને તેના ભત્રીજાએ રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ હળવદના વેગડવાવ ગામમાં રહેતા જયાબેન અનીલભાઇ સુરેલા (ઉ.વ.૨૭) અને તેનો ભત્રીજો હાર્દિક સંજયભાઇ સુરેલા (ઉ.૭) બંને પતિ અનીલભાઇ ચંદુભાઇ સુરેલાના બાઇક પાછળ બેસીને હળવદના કુશવાવ ગામે રહેતા કૌટુંબિક ભત્રીજાના લગ્ન પ્રસંગમાંથી વેગડવાવ આવતા હતા ત્‍યારે કુશવાવ ગામ પાસે બાઇક સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં જયાબેન અને તેના ભત્રીજા હાર્દિકને ગંભીર ઇજા થતાં બંનેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં બંનેના સારવાર દરમિયાન મોત નિપજયા હતા. મૃતક જયાબેનના પતિ અનીલભાઇ રીક્ષા ચલાવે છે તથા હાર્દિકના પિતા સંજયભાઇ મજૂરી કામ કરે છે તે બે બહેનોનો એકનો એક ભાઇ હતો. તે ધોરણ-૧માં અભ્‍યાસ કરતો હતો. આ અંગે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:34 pm IST)