Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

લીમડીના નગરપાલિકા ભાજપના સદસ્ય ડાયાભાઇ ખાંદલાનો કોરોનાએ ભોગ લીધો

ભાજપના નેતાનું કોરોનાથી મોત થતાં પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી

લીંબડીઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની લહેર ફરી વળી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ભાજપના નેતાનું કોરોનાથી મોત થતાં પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી ફરી વળી છે. મળતી વિગતો પ્રમાણે, લીંબડી નગરપાલિકાના ભાજપના સદસ્યનું કોરોનાથી મોત નિપજ્યું છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલ વોર્ડ નંબર - ૫ ના ડાયાભાઇ ખાંદલાનું કોરોનાથી મોત નીપજ્યું છે.

ડાયાભાઈ થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવતા લીંબડી કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન લીંબડી નગરપાલિકાના સદસ્યનું નિધન થયું છે

(10:38 am IST)