Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ગોંડલનાં કોલીથડમાં છકડો રીક્ષા અને ટ્રક અકસ્‍માતમાં મૃત્‍યુના કેસમાં મૃતકના વારસદારોને ૨૮.૯૧ લાખનું વળતરનો હુકમ

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ,તા. ૧૩ : રાજકોટ, જીલ્લાના ગોંડલ તાલુકાના કોળીથડ ગામે રહેતા સુમિત્રા જાંગુભાઇ વસુનીયા તા. ૭/૧૧/૨૦૧૮ના રોજ છોકડા રીક્ષામાં બેીન. જતા હતા ત્‍યારે ટ્રક નં. જીજે-૦૩-ટી-૨૧૫૮ સાથે અકસ્‍માત થતા અકસ્‍માતમાં સુમિત્રાબેનને ગંભીર ઇજા સબબ મૃત્‍યુ થયેલ હતું.
જે બદલ ઉપરોકત ટ્રકના ચાલક માલીક તેમજ વિમા કંપની વિરૂધ્‍ધ ગોંડલની મોટર એકસી. કલેઇમ ટ્રીબ્‍યુનલ સમક્ષ વારસદારો દ્વારા કલેઇમ દાખલ કરેલ જે કલેઇમ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા રૂા. ૨૮.૯૧ વળતરની અરજીની તારીખથી ૯ ટકા ચડત વ્‍યાજ અને ખર્ચ સહીત ગુજરનારના વારદારને ચુકવી આપવાનો વાહનના માલીક અને વિમા કંપની નેશનલ ઇન્‍સ્‍યુ. કાુ. ને હુકમ કરેલ છે.
આ કેસમાં મૃતકના વારસદારો વતી એડવોકેટ એસ.આર.સરધારીયા તથા એ.એસ.સરધારીયા રોકાયેલ હતા.

 

(10:56 am IST)