Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

દ્વારકાના ચારકલા પાસે કાર પલ્ટી જતાં જામનગરની ૧૦ વર્ષની તૃષાનું મોતઃ માતા-પિતા સહિતનો બચાવ

આગળ જતાં ટ્રકમાંથી પથ્થર ઉડી કાચ પર આવતાં બેલેન્સ ગુમાવ્યું : પરિવારજનો દ્વારકા દર્શન કરી પરત આવતા હતાં ત્યારે બનાવઃ આહિર પરિવારમાં ગમગીની : બાળકીઍ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૩: દ્વારકાના ચારકલા ગામ પાસે ગઇકાલે અલ્ટો કાર પલ્ટી મારી જતાં જામનગરના આહિર પરિવારની ૧૦ વર્ષની બાળકીનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ જામનગર સત્યમ્ કોલોની અવધ ઍપાર્ટમેન્ટમાં રહેતાં હરેશભાઇ દેવાણંદભાઇ પીઠીયા (આહિર) શનિવારે પોતાના પત્નિ મનિષાબેન, બે પુત્રી અને ઍક પુત્રને લઇ અલ્ટો કાર મારફત દેવભૂમિ દ્વારકા ફરવા, દર્શન કરવા ગયા હતાં. ઍક રાત રોકાણ કર્યા બાદ ગઇકાલે પરત જામનગર જઇ રહ્ના હતાં ત્યારે ચારકલા ગામ નજીક પહોંચતા કાર પલ્ટી ખાઇ જતાં  હરેશભાઇની પુત્રી તૃષા (ઉ.૧૦)ને ગંભીર ઇજા પહોંચી હતી. તેણીના માતાને પણ થોડી ઇજા પહોંચી હતી. બાકી તમામનો બચાવ થયો હતો.

તૃષાને ખંભાળીયા અને દ્વારકા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હરેશભાઇ પીઠીયા જામનગરમાં જેસીબીનું કામ ધરાવે છે. આગળ જઇ રહેલા ટ્રકના વ્હીલમાંથી નાનકડો પથ્થર ઉડીને અલ્ટો કારના કાચ પર આવતાં હરેશભાઇ ગભરાઇ ગયા હતાં અને બેલેન્સ ગુમાવતા અકસ્માત સર્જાયાનું તેમના સ્વજને જણાવ્યું હતું. 

(11:22 am IST)