Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ચોટીલામાં વરસાદના આગમનથી સારા ચોમાસાની ખેડૂતોને આશા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા. ૧૩ : ચામુંડાધામ ચોટીલામાં રવિવારના દિવસભરના ઉકળાટ દરમિયાન સાંજે ૫ કલાકે ચોમાસાની મૌસમના વરસાદની ધીમી ધારે એન્ટ્રી થઇ હતી. ચોટીલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. એકાદ કલાક જેટલો સમય વરસાદ વરસતા ઋતુના પ્રથમ વરસાદથી વસુંધરા ભીંજાઇ હતી. વાવણી માટે લાભદાયક એવા મૃગસર નક્ષત્રમાં વરસાદે અવતરણ કરતા ચોમાસુ સારૂ થશે તેવી ખેડૂતોમાં પ્રથમ વરસાદે આશા જગાવી છે.

(11:57 am IST)