Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

થાનગઢની જય અંબે સોસાયટીમાં રોમિયોગીરી : મહિલાએ હોબાળો મચાવ્યો

વઢવાણ,તા.૧૭: થાનગઢની જય અંબે સોસાયટી વિસ્તારમાં અસામાજીક તત્વોની રોમિયોગીરી અને લુખ્ખાગીરીથી રહીશો પરેશાન થઇ ગયા હતા. આ અંગે કાર્યવાહીની રજૂઆત છતા કાંઇ ન કરવામાં આવતા રહીશો રોષે ભરાયા હતા.આથી મહિલાઓએ પોલીસ સ્ટેશને ધસી જઇ હોબાળો મચાવ્યો હતો.જયારે લેખિત રજૂઆત કરી આવારાતત્વો સામે કાર્યવાહીની માંગ કરી હતી.

થાનગઢના જયઅંબે સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવારા અને અસામાજીકતત્વો દ્વારા અવાર નવગર જોહરમાં સોસાયટી વિસ્તારમાં આવી બેન દિકરીઓની છેડતી કરાતી હોવાની સમસ્યા વકરી હતી. તંત્રને રજૂઆત છતાં કોઇ કાર્યવાહી કરાતી ન હતી.આથી વિસ્તારના લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.આ વિસ્તારની મહિલાઓ રોષે ભરાઇ પોલીસ સ્ટેશન ધસી ગઇ હતી.જયાં હોબાળો મચાવી આવારાતત્વોને અંકુશમાં લેવા માંગ કરી હતી.જયારે રહીશ સંજયભાઇ વાધરોડીયા, જોશનાબેન, દિનાબેન, ચંપાબેન, મધુબેન સહિતનાઓએ થાન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ આવારા તત્વો છેલ્લા દ્યણા વર્ષોથી સોસાયટી વિસ્તારમાં ઉત્પાત મચાવે છે. તેઓ વારંવાર આવે ત્યારે જાહેર વિસ્તારની અંદર આવીને બેન દીકરો અને છેડતી કરવી બેન દીકરી ના નામ લે છે.

જો કોઈ વિરોધ કરે તો લુખ્ખા તત્વો ભેગા કરીને બહારથી ગુંડા બોલાવીને છરી ઝીંકી દેવામાં આવેછે સંક્રાંતિ દિવસે અને બે દીકરીઓની છેડતી કરવામાં આવી હતી. અનેક વખત પોલીસમાં રજુઆત કરવામાં આવતા લુખા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી નથી.આથી ન છુટકે હોબાળો મચાવી રજૂઆત કરવી પડે છે.આ રજૂઆતને લઇ પોલીસ ટીમ એકશનમાં આવી હતી.અને લુખ્ખા તત્વોને ગોતવા નીકળી હતી પણ ખાલી હાથે પાછા આવ્યા હતા.

બદરખા-સરોડા રોડ પર ખેતરમાંથી ત્યજાયેલી નવજાત બાળકી મળી આવી

ધોળકાના બદરખા-સરોડા રોડ પર ખેતરમાંથી નવજાત બાળકી મળી આવી હતી. અમદાવાદ જિલ્લાના ધોળકા બદરખા-સરોડા પર ખેતરમાંથી એક છ દિવસની નવજાત બાળકી મળી આવી હતી. જેમાં રસ્તે એક ભાઈ દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં કોલ કરતા ચાગોદરાની હેલ્પલાઈન વાન સ્થળ પર જઈ બાળકીને લઈ તપાસ કરી હતી બાદમા બાવળાની ૧૦૮ મારફતે બાળકીની અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી આ બનાવની જાણ ધોળકા ગ્રામ્ય પોલીસને થતા સ્થળ પર જઈ તપાસ કરી બાળકીને કોણ મુકીને ગયું તેના મા-બાપ કોણ તેમની તપાસ હાથ ધરી હતી.

(11:42 am IST)