Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મોરબી જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 90 કેસ નોંધાયા : તહેવારો બાદ ફરી કોરોના સંક્રમણ વધ્યું, જિલ્લામાં ૨૯ દર્દીઓ સાજા થયા

 

મોરબી જિલ્લામાં રવિવારે નવા ૯૦ કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી શહેરમાં ૫૮ કેસ નોંધાયા છે. જો કે મકરસંક્રાંતિના તહેવારો બાદ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ જિલ્લામાં ૨૯ દર્દીઓ સાજા પણ થયા છે.
મોરબી જિલ્લામાં રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા ૯૨૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૯૦ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં ૫૮ કેસ, મોરબી ગ્રામ્યમાં ૨૨, વાંકાનેર શહેરમાં ૩, વાંકાનેર ગ્રામ્યમાં ૪ કેસ, હળવદ ગ્રામ્યમાં ૧, ટંકારા ગ્રામ્યમાં ૨ કેસ નોંધાયા છે. જ્યારે માળિયા તાલુકામાં એકપણ કેસ નોંધાયા ન નોંધાતા રાહત થઈ છે.
વધુમાં રવિવારે મોરબી જિલ્લામાં કુલ ૨૯ દર્દીઓ સાજા થયા છે. જેમાં મોરબી તાલુકામાંથી ૨૬, વાંકાનેર તાલુકામાંથી ૨ અને હળવદ તાલુકામાંથી ૧ દર્દી સાજા થયા છે. કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઈએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૧૯૪ કેસ નોંધાયા છે. આજ દિવસ સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૬૩૬૧ છે. હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૪૯૨ છે.

(12:03 pm IST)