Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

પીઆઈબી ગુજરાતના એડીજી તરીકે પ્રકાશ મગદુમે કાર્યભાર સંભાળ્યો: ડો. ધીરજ કાકડિયાની આર.એન.આઈ દિલ્હી ખાતે નિમણૂંક

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કમ્યુનિકેશન અને ગુજરાતમાં કેન્દ્ર સરકારના અન્ય મીડિયા એકમોના વડા તરીકે શ્રી પ્રકાશ મગદુમે ચાર્જ સંભાળ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯

 પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કમ્યુનિકેશન અને ગુજરાતમાં કેન્દ્ર સરકારના અન્ય મીડિયા એકમોના વડા તરીકે શ્રી

પ્રકાશ મગદુમે ચાર્જ સંભાળી લીધો છે. ડો. ધીરજ કાકડિયાની રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝ પેપર ઓફ ઈન્ડિયા (આરએનઆઈ)ના વડામથક દિલ્હી ખાતે અપર મહાનિર્દેશક તરીકે નિમણૂંક થતા એમની જગ્યાએ શ્રી પ્રકાશ મગદુમે આજથી ચાર્જ સંભાળી લીધો છે. 1999 બેચના આઈઆઈએસ અધિકારી શ્રી પ્રકાશ મગદુમ અગાઉ નેશનલ ફિલ્મ આર્કાઈવ્સ ઓફ ઈન્ડિયા (એનએફએઆઈ), પૂનામાં નિર્દેશક તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. શ્રી પ્રકાશ મગદુમ કેન્દ્ર સરકારના મહત્વના મીડિયા એકમોનો ચાર્જ આસામ, કેરળ સહિત વિવિધ રાજ્યોમાં સંભાળી ચૂક્યા છે અને મીડિયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.

(9:49 am IST)