Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

વાંકાનેર વીજ ગ્રાહકોને બીલ ભરવા ૩ કીમી દુર ધક્કો...

વાંકાનેર, તા.૧૯: પીજીવીસીએલની કચેરી અર્થાત વાંકાનેર ડીવીઝનમાં જડેશ્‍વર વિભાગ, સિંધાવદર વિભાગ, તિથવા વિભાગ અને મેસરીયા મહાલ વિભાગ સાથે વાંકાનેર શહેર એટલે કે વાંકાનેર-૧ તથા વાાંકનેર-૨ (મિલપ્‍લોટ) આ બધામા પીજીવીસીએલના હજારો લાઇટ કનેકશનો છે.

ઉદ્યોગ અને ખેતીના કનેકશન વધુ ઢુવા-માટેલ-સીરેમીકસ ઉદ્યોગ સાથે પીજીવીસીએલનું મોટુ ડીવીઝન હોવા છતા હાલ ગ્રાહકોને લાઇટ બિલ ભરવા માટે, ખાસ કરી વાંકાનેર શહેરના ગ્રાહકોને વાંકાનેર-૨માં જવુ  પડે છે જે શહેરથી ત્રણ કિ.મી. દૂર છે. તેમાંયે હવે લાઇટ બિલના છાપેલા બિલ નહીં પણ માત્ર કાગળની ચબરખી લઇને જવાનું અને દર બે મહિને બિલ આ કચેરીને મન ફાવે ત્‍યારે બિલ મોકલાવે છે?

ભૂતકાળમાં શહેર મધ્‍યે હનુમાન શેરીમાં કચેરી હતી, બાદમા સ્‍ટેચ્‍યુ પાસે કચેરીનું સ્‍થળાંતર કરાયુ અને હવે મિલપલોટ પાસે કચેરી ખસેડેલ હોઇ તથા ગ્રામ્‍ય વિસ્‍તારની દિવાનપરાથી હવે હાઇવે કચેરીએ ગ્રાહકોને ધક્કા ખાવા પડી રહ્યા છે.

(10:25 am IST)