Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ગારીયાધારના વેળાવદર ગામે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા

ગારીયાધાર,તા. ૧૯ : વેળાવદર ગામે જાહેરમાં બેટરીના અજવાળે છ જુગારી ૨૩ હજારની રોકડ રકમ સાથે ઝડપી પાડ્‍યા હતા.

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા ગતરાત્રિના ઝડપી પાડ્‍યા હતા આ જુગારમાં વેળાવદરના પ્રતાપભાઈ બદરૂભાઈ સાંડસુર-૩૬,મહેશભાઈ ઉનડભાઈ સાડસુર-૨૩, કનુભાઈ લખુભાઈ બોરીચા-૩૫ કેશુભાઈ અમરૂભાઈ સાંડસૂર-૨૮,શુભમ ઘનશ્‍યામભાઈ ખોખર-૨૮ અને શિવરાજભાઈ ઉનડભાઈ સાડસુર-૨૫ને રૂા.૨૩૮૪૦/-ની રોકડ રકમ સાથે  બીજલભાઈ ભગવાનભાઈ કરમટીયા દ્વારા ઝડપી પાડ્‍યા હતા.

(10:42 am IST)