Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ખોડિયાર ડેમનો દરવાજો ખોલાયો : રાણપુર - ગાંધીધામમાં અડધો ઇંચ વરસાદ

ક્‍યાંક તડકો, ક્‍યાંક છાયડો જેવું સર્વત્ર હવામાન : સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મેઘાનો અલ્‍પવિરામ છતાં ભારે ડોળ

રાજકોટ તા. ૧૯ : ક્‍યાંક તડકો, ક્‍યાંક છાંયડો જેવું સર્વત્ર હવામાન પ્રવર્તે છે અને સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મેઘાનો અલ્‍પવિરામ છતાં ભારે ડોળ રહેલો છે. જો કે ગઇકાલે રાણપુર - ગાંધીધામમાં અડધો ઇંચ પાણી પડયું હતું. અમરેલી - દેવભૂમિ દ્વારકા જિલ્લા કોરા રહ્યા હતા અને અનય જિલ્લામાં પણ માત્ર હળવા ઝાપટા જ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં સવાર સુધીનો વરસાદ નીચે મુજબ છે.
કચ્‍છ
ગાંધીધામ    ૧૧    મી.મી.
ભચાઉ    ૫    ,,
ભુજ    ૬    ,,
રાપર    ૮    ,,
બોટાદ જિલ્લો
બોટાદ    ૩    મી.મી.
રાણપુર    ૧૫    ,,
બરવાળા    ૧    ,,
ગોહિલવાડ
ઉમરાળા    ૩    મી.મી.
ભાવનગર    ૨    ,,
વલ્લભીપુર    ૨    ,,
ગીર જિલ્લો
ઉના    ૨    મી.મી.
ગીરગઢડા    ૧    ,,
સુત્રાપાડા    ૪    ,,
કોડીનાર    ૧    ,,
સોરઠ
વંથલી    ૧    મી.મી.
મોરબી જિલ્લો
વાંકાનેર    ૪    મી.મી.
હાલાર
જામનગર    ૭    મી.મી.
ધ્રોલ    ૮    ,,
ગારીયાધાર અને પાલીતાણાના હેઠવાસના ગામોને સતર્ક રહેવા તાકીદ
શેત્રુંજી નદી ઉપર આવેલ ખોડિયાર સિંચાઇ યોજનામાં પાણી પૂર્ણ સપાટીએ ભરાતાં રૂલ લેવલ જાળવવાં એક દરવાજો ૦.૨૪૫ મીટર ખોલવામાં આવ્‍યો છે.
ખોડિયાર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં હેઠવાસના ગામોને સતર્ક રહેવાં તાકીદ કરવામાં આવી છે. અત્‍યારે ૬૪૫ ક્‍યુસેક્‍સ પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે.ᅠ
આથી ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાના સરંભડા, ગુજરડા, જુના, મનાજી, રાણીગામઘ સતાપરા, ઠાંસા અને પાલીતાણાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાળીયા (મનાજી), જીવાપુર, રાણપરડા અને રોહિશાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવાં ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂર જણાયે સલામત સ્‍થળે ખસી જવાં તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે. અત્‍યારે જળાશયમાં પાણીનું હાલનું સ્‍તર ૨૦૨.૫૦ મીટર છે અને ૧,૦૨૩.૮૮ મીટર ઘનફુટ પાણીનો જથ્‍થો છે.

 

(10:56 am IST)