Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

પડધરી તાલુકા પંચાયત કર્મચારી મંડળીના પ્રમુખપદે માનસિંહ પરમારઃ ઉપપ્રમુખ હંસાબેન રામાણી

પુર્વ પ્રમુખ જે.વી. ડોડીયાનું સન્‍માન

(મનમોહન બગડાઇ) પડધરીઃ તાલુકા પંચાયત કર્મચારી  મંડળીની સ્‍થાપના ૧૯૫૬ માં કરવામાં આવેલ. મંડળીનું રજીસ્‍ટ્રેશન સ્‍વ. વલ્લભભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ હાલ મંડળીમાં ૬ર સભાસદોની સંખ્‍યા છે. મંડળીના સભાસદોને પાંચ લાખ સુધીની મર્યાદામાં ધીરાણ આપવામાં આવે છે જેની વસુલાત કુલ માસીક ૬૦ હપ્તાથી કરવામાં આવે છે.

તાજેતરમાં મળેલ કર્મચારી મંડળીની મીટીંગમાં ૧૧ વર્ષથી પ્રમુખ પદે રહેલ શ્રી જે.વી.ડોડીયા, વય મર્યાદાના કારણે નિવૃત થતા તેમનું શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ તેમજ  ખાલી પડેલ પ્રમુખની જગ્‍યા માટે યોજાયેલ ચુંટણીમાં પ્રમુખપદે માનસિંહ પરમાર તેમજ ઉપપ્રમુખ પદે શ્રીમતી હંસાબેન  રામાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.

૩૫ વર્ષ મંત્રી પદે ફરજ બજાવી રહેલ કે.એસ.ધારૈયા, કારોબારી સદસ્‍ય પ્રિતેશભાઇ  બારીયા, રૂખીયાબેન બ્‍લોચ, વિમલભાઇ હાપલીયા, સહેનાઝબેન પઠાણ, જેન્‍તીભાઇ બોરીસાગર વિગેરે ઉપસ્‍થિત રહી નવ નિયુકત હોદેદારોને  અભિનંદન પાઠવેલ.

(11:50 am IST)