Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સુરેન્‍દ્રનગરમાંસ્ત્રી, પુરૂષોનો અર્ધનગ્ન હાલતમાં અનોખો વિરોધ

મુખ્‍ય રસ્‍તા ઉપર જમીનના માલીક દ્વારા ગેરકાયદેસર દબાણ કરી દેવાયું: કલેકટર કચેરીએ દોડધામ

(ફઝલ ચૌહાણ દ્વારા), વઢવાણ,તા.૧૯: સુરેન્‍દ્રનગર સંયુક્‍ત પાલિકાના વોર્ડ નં.૫ રહીશો અને મહિલાઓએ કલેકટર કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં અનોખો વિરોધ કરી રજૂઆત કરતા તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.

 જેમાં નગરપાલિકા વોર્ડ નં.૫માં  આવેલા ચામુંડાપરા વિસ્‍તારમા ચાલવા માટેના મુખ્‍ય રસ્‍તા પર ખાનગી જમીનના માલિક દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા આ વિસ્‍તારના રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઇ જવા પામી હતી.

જેમાં આ વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલવા માટેનો રસ્‍તો બંધ થઈ જતાં અંદાજે ૨૦૦થી વધુ પરિવારોને ભારે હાલાકી પડી રહી છે. આ ઉપરાંત આ વિસ્‍તારમાં પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં ન આવતા આ વિસ્‍તારના લોકોને પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યોં છે.  આથી આ વિસ્‍તારના રહીશો દ્વારા તાત્‍કાલિક ચાલવા માટેના મુખ્‍ય રસ્‍તા પરનું દબાણ દૂર કરી રસ્‍તો ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી હતી.

(11:54 am IST)