Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોના જન્‍મદિવસની ઉજવણી

વઢવાણ : કર્મશક્‍તિ ફાઉન્‍ડેશન દ્વારા ભાવનગર શહેરના ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને નિઃશુલ્‍ક શિક્ષણ આપવામાં આવે છે. જેમાં અભ્‍યાસ કરતા ભાઈ  અને બહેનના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઝૂંપડપટ્ટી પટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને જન્‍મ દિવસની ઉજવણી શું તેની ખબર હોતી નથી ત્‍યારે આ સંસ્‍થાના પ્રિયાબા ભૂપેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા જન્‍મદિવસની  ઉજવણી કરી બાળકોને ખુશ કરી દીધા હતા.(તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી)

(11:57 am IST)