Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ઉનાઃ દુષ્‍કર્મના ગુન્‍હામાં ઝડપાયેલ યુવાનને બે દિવસની રિમાન્‍ડ

ઉના તા. ૧૯ :.. તાલુકાનાં ઓલવાણ ગામની યુવતી ઉપર દુષ્‍કર્મ કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રીમાન્‍ડ મંજૂર કરવામાં આવી છે.

તાલુકાનાં ઓલવાણ ગામે રહેતી યુવતી વાસોજ ગામે ધો. ૮ માં અભ્‍યાસ કરવા રોડ ઉપર ઉભી હતી. ત્‍યારે પાલડી ગામનો યુવાન કાના ઉર્ફે બટર લાખા સોલંકી (ઉ.વ.૪૦) રે. પાલડી વાળો મોટર સાયકલ ઉપર નીકળી અને યુવતી પાસે ઉભો રહી શાળાએ મુકી જાઉ તેમ કહી મોટર સાયકલ પાછળ બેસાડી વાંસોજ ગામની સીમમાં એક ધાર્મિક જગ્‍યા પાછળ સગીરાને લઇ જઇ બળજબરીથી દુષ્‍કર્મ કરી રેઢી મુકી નાસી ગયેલ.

યુવતી રડતી હોય પુજારીનું ધ્‍યાન જતા માહિતી મેળવી યુવતીના પરિવારને જાણ કરતા સ્‍થળ ઉપર તુરંત દોડી આવેલ યુવતિને દવાખાને સારવાર માટે ખસેડેલ હતી.

આરોપી સામે નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એમ. કે. મકવાણા ત્‍થા સ્‍ટાફે તુરંત આરોપીને પકડી પાડી મેડીકલ તપાસ કરાવી ઉના કોર્ટમાં રીમાન્‍ડ માટે રજૂ કરતા કોર્ટએ બે દિવસની રીમાન્‍ડ મંજૂર કરતાં તપાસ કરી રહ્યા છે.

(3:37 pm IST)