Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

જામનગરમાં બીજા સાથે સંબંધ હોવાની શંકા જતા પતિએ પત્‍નિને માથામાં કોષ ફટકારી

જામનગર, તા.૧૯: અહીં ગોકુલનગર પાણખાણ શેરી નં.૮ માં રહેતા રજનીબેન હસમુખભાઈ મોઠા, ઉ.વ.૩૪ એ સીટીભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, આરોપી પતિ હસમુખભાઈ મોઠા કોઈ કામ ધંધો કરતા ન હોય જેથી ફરીયાદી રજનીબેને કારખાનામાં મજુરી કરવા જતા હોય તે દરમ્‍યાન આકાશ નામના વ્‍યકિત સાથે વાતચીતના સબંધ કેળવતા આ વાતની જાણ ફરીયાદી રજનીબેનના પતિ હસમુખભાઈને થતા ફરીયાદી રજનીબેનનું કારખાનામાં જવાનું બંધ કરી દેતા ફરીયાદી રજનીબેન માવતરે રહેવા જતા રહેલ બાદ આરોપી હસમખુભાઈએ તેને માવતરેથી પોતાના ઘરે તેડી આવેલ હતા અને આરોપી હસમુખભાઈએ દારૂ પીને ફરીયાદી રજનીબેનને આકાશ નામના વ્‍યકિત સાથે વાતચીતના સબંધ હોય તેથી ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી રજનીબેનને ગાળો કાઢી ઘરમાં પડેલ કોષથી માથામા તથા જમણા હાથમા તથા પીઠના ભાગે તથા શરીરે માર મારતા ફરીયાદી રજનીબેનને જમણા હાથમા ફેકચર તથા માથામા ગંભીર ઈજા પહોંચાડી  ગુનો કરેલ છે.

સિકકામાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝડપાયા

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયપાલસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, શ્રીજી સોસાયટી રૂપિયાના સિકકા પાસે આગળ ગલીમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે આરોપી રમેશગર શીવગર ગોસ્‍વામી, ધર્મેન્‍દ્રપરી છગનપરી ગોસ્‍વામી, જોષનાબેન રસીક જવેરગર ગોસ્‍વામી, મનીષાબેન દિલીપગર હેમતગર ગોસ્‍વામી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૧૦૪૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અનુપમ ટોકીઝ પાસે આંકડા લખતો ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અજયસિંહ મહાવીરસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી અનુપમ ટોકીઝ પાસે શ્રીફુડ નામની આરોપી શશીકાંતભાઈ ઉર્ફે પપ્‍પુ રમણીકલાલ માણેકની દુકાનમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી અખાડો ચલાવી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.પ૯૭૦/- તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૯૭૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતી ચાર મહિલા ઝડપાઈ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વર્ષાબેન રતીલાલ સોલંકી એ ફરીયાદ નોંધાવી છે કે, શંકરટેકરી સુભાષપરા શેરી નં.૧, રામાપીરના મંદિર પાસે આરોપી ભાનુબેન કમલેશભાઈ કંબોયા, તનુબેન અરૂણભાઈ પાલા, દર્શનાબેન જગદીશભાઈ નંદા, મયુરીબેન સુનિલભાઈ કુશવાહએ પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૪૯૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(3:40 pm IST)