Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

જુનાગઢના જલારામ ભકિતધામે ઉજવાઇ નાગપંચમી

જુનાગઢ, તા.૧૯: અષાઢ વદ પાંચમ એટલે લોહાણાની નાગપાંચમ આ દિવસે જુનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત જલારામ મંદિરે બહેનો નાગપૂજન કરી શકે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલુ. વરસાદી વાતાવરણ અને મંદિર સીટીથી દુર હોવા છતા સવારના આઠથી બપોરના એક વાગ્યા સુધી બહેનોનો અવિરત પ્રવાહ ચાલુ જ રહ્યો. આયોજનને અસાધારણ સફળતા સાંપડી. એક બહેન તો સોનાની થાળીમા પૂજન સામગ્રી લાવ્યા હતા તો વળી બીજા એક બહેન ચાંદીની આરતી લાવ્યા હતા. બહેનોએ ભારે હોંશ અને શ્રધ્ધાથી ઉજવણી કરી હતી. પુજારીબેને નાગકથા કહી સંભળાવી હતી. બહેનો માટે ફરાળી ભોજન વ્યવસ્થા મહેન્દ્ર કલ્યાણજી રાજા તરફથી કરવામાં આવી હતી. સમગ્ર સંચાલન અનિલાબેન બથિયા અને પ્રવિણાબેન પુજારાએ સંભાળ્યુ હતું.

(1:13 pm IST)