Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ખંભાળિયા વિસ્‍તારમાં લમ્‍પીગ્રસ્‍ત વધુ દશ ગાયો

ખંભાળિયા, તા. ૧૯ :  શહેર વિસ્‍તાર તથા ગ્રામ્‍ય પંથકમાં લમ્‍પીગ્રસ્‍ત ગાયો દેખા દેતા તથા આ રોગ બહુ ઝડપથી ફેલાતો તથા પ્રાણઘાતક રોગ હોય ખંભાળિયા ડે. કલેકટર પાર્થ કોટડીયાના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર યશવંતસિંહ વાઘેલાએ એનિમલ કેર્સ ગૃપના સદસ્‍યોના સહયોગથી લમ્‍પીગ્રસ્‍ત ગાયોને અલાયદી જગ્‍યામાં રાખવા વ્‍યવસ્‍થાના ભાગ રૂપે ગઇકાલે પણ આઠ ગાયો મહાપ્રભુજીની બેઠક પાસે મળી આવતા ગૌ સેવક દેસુરભાઇ ધવા તથા તેમના સભ્‍યોએ અબોલ તીર્થમાં પહોંચાડવા વ્‍યવસ્‍થા કરી હતી.

મહાપ્રભુજી બેઠક પાસે એક પશુ પાલકે તેની લમ્‍પીગ્રસ્‍ત ગાયની સારવારના કરતા આ ગાય છૂટી ફરતા અનેક ગાયોને તેનો ચેપ લાગ્‍યો હતો.

પશુ પાલન ખાતાના ડો. મહેશ પટેલ તથા ડો. અતુલ પટેલ દ્વારા સારવારની પણ વ્‍યવસ્‍થા કરાય છે.

(1:15 pm IST)