Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

જુનાગઢઃ બરૃલા ગામની ડાંડેરી સીમમાંથી ૧૯ જૂગારીઓ ઝડપાયાઃ ૭ લાખનો મુદામાલ કબ્જે

જુનાગઢ : ચોરવાડ વિસ્તારના બરૃલા ગામની ડાંડેરી સીમ વિસ્તારમાં આવેલ કબ્જા ભોગવટાની વાડીએ આવેલ મકાનમાં જૂગાર રમતા કુલ ૧૯ શખ્સોને રૃા. ૩,૩૦,ર૭૦ સહિત  કુલ રૃા. ૭,૧૭,૬ર૦ ના મુદામાલ સાથે પકડી પાડી જૂગારનો અખાડો જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિતેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે. કા. પ્રોહીબીશન-જૂગાર ની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના અન્વયે ક્રાઇમ પો. ઇ. શ્રી એચ. આઇ. ભાટી, પો. સ. ઇ. શ્રી ડી. જી. બડવા, પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન અગાઉથી પો. ઇ. એચ. આઇ. ભાટી, પો. સ. ઇ. શ્રી ડી. જી. બડવા, તો. કો. ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, કરશનભાઇ કરમટાને ખાનગી રાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, શામજીભાઇ દાનાભાઇ ધોળકીયા રહે. વેરાવળ વાળાની બરૃલા ગામની ડાંડેરી સીમ વિસ્તારમાં આવેલ  વાડીના રહેણાંક મકાને પરેશ હીરાભાઇ કોળી તથા હિતેન્દ્ર બાબુલાલ બ્રાહ્મણ રહે. બંને પ્રભાસ પાટણ વાળાઓ બહારથી પુરૃષો બોલાવી ઘોડીપાસા વડે પૈસાની હારજીત કરી જૂગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા સારૃ નાલના પૈસા ઉઘરાવી જૂગારનો અખાડો ચલાવે છે. તેવી ચોકકસ હકિકત મળેલ હોય જે બાતમી હકિકત આધારે અંગત બાતમીદારો મારફતે ખરાઇ ખાત્રી કરાવતા આ જગ્યાએ જૂગારનો અખાડો ચાલુ હોવાની ખાત્રી થતા પો. સ્ટાફ સાથે રેઇડ કરતા જૂગાર રમતા ૧૯ લોકોને રોકડા રૃા. ૩,૧ર,૦૭૦ નાલના રૃા. ૧૮,ર૦૦, મો. ફો. ૧૮, કિ. રૃા. ૧,પ૭,૦૦૦ મો. સા. ૭ કિ. રૃા. ર,૩૦,૦૦૦ તથા બોટલ નંગ ૩, કિ. રૃા. ૩પ૦ મળી કુલ કિ. રૃા. ૭,૧૭,૬ર૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

જુગાર રમતા આરોપીઓ (૧) પરેશભાઇ હીરાભાઇ ગઢીયા, કોળી ઉવ.૩ર રહે. પ્રભાસ પાટણ શાંતીનગર જી.ગીર સોમનાથ (ર) દિવ્યેશ ડાયાભાઇ બામણીયા ઉવ.ર૯ રહે. પ્રભાસ પાટણ શાંતીનગર જી.ગીર સોમનાથ (૩) મનોજ કાળાભાઇ પરમાર ઉવ.૪૬ રહે. પ્રભાસ પાટણ નાના કોળીવાડા (૪) કાનાભાઇ મસરીભાઇ ધારેચા ઉવ.ર૯ રહે. પ્રભાસ પાટણ સોમનાથ રોડ જી.ઇ.બી. પાસે જી.ગીર સોમનાથ (પ) હિરેન બાબુભાઇ માંડલીયા ઉવ.૩ર રહે. પ્રભાસ પાટણ મલેકવાડા જી.ગીર સોમનાથ(૬) તેજસ સુરેશભાઇ વાયા ઉવ.૩૭ રકે. પ્રભાસ પાટણ રામરાત યોક જી.ગીર સોમનાથ (૭) હરેશ હીરાભાઇ વાયલુ ઉવ.૩૭ રહે. પ્રભાસ પાટણ શાંતીનગર જી.ગીર સોમનાથ (૮) રામ માંડાભાઇ વાજા ઉવ.૩૭ રહે.પ્રભાસ પાટણ શાંતીનગર જી.ગીર સોમનાથ (૯) ભીખા પાંયાભાઇ ગઢીયા ઉવ.૩૧ રહે. પ્રભાસ પાટણ કોળીવાડા જી.ગીર સોમનાથ (૧૦) હિતેન્દ્ર બાબુલાલ જાની,બ્રાહ્મણ ઉવ.૫૬ રહે. પ્રભાસ પાટણ વેણેશ્વર મંદિર પાસે જી.ગીર સોમનાથ (૧૧) મનોજ નંધ્લાલભાઇ ડાભી ઉવ.૩૭ રહે.પ્રભાસ પાટણ શાંતીનગર જી.ગીર સોમનાથ (૧ર) હીરા કાળાભાઇ પરમાર ઉવ.૩૮ રહે. પ્રભાસ પાટણ નાના કોળીવાડા જી.ગીર સોમનાથ (૧૩) નરશી ગોવિંદભાઇ ગઢીયા ઉવ.૩ર રહે. પ્રભાસ પાટણ ભોયવાડા જી.ગીર સોમનાથ (૧૪) પરસોતમભાઇ પ્રેમજીભાઇ રામાણી ઉવ.૬૧ રહે. વેરાવળ રામનાથ સોસાયટી (૧૫) અશોક આનંદભાઇ ગઢીયા ઉવ.૩૭ રહે. પ્રભાસ પાટણ યુમછાવ સોસાયટી જી.ગીર સોમનાથ (૧૬) રમેશ અરજણભાઇ વાળા ઉવ.૩૬ રકે. પ્રભાસ પાટણ, જનતા સોસાયટી જી.ગીર સોમનાથ (૧૭) રફીક મહમધ્ભાઇ ગઢીયા ઉવ.૩૫ રહે. પ્રભાસ પાટણ તળાવ વાડી જી.ગીર સોમનાથ (૧૮) ધીરૃ મોહનદાસ દુસાણી ઉવ.૩૭ રહે. પ્રભાસ પાટણ દ્રારકેશ સોસાયટી જી.ગીર સોમનાથ (૧૯) કરસુખ નાથાભાઇ યોળકીયા ઉવ.૪૦ રહે. બરૃલા તા.માળીયા(હાટીના)

કબ્જે કરવામાં મુદામાલ રોકડા રૃપીયા ૩,૧૨,૦૭૦/-, નાલના રોકડા રૃપીયા ૧૮,૨૦૦/-, મોબાઇલ ફોન નંગ-૧૮ કિ.રૃા.૧,૫૭,૦૦૦/-, મો.સા.-૦૭ કિ.જ૨.૨,૩૦,૦૦૦/-, વિદેશી દારૃની બોટલ નંઞગ-૩ કિ.રૃ.૩૫૦ મળી કુલ કિ. રૃા. ૭,૧૭,૬૨૦

આ કામગીરીમાં કાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ.શ્રી એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિ.એન.બડવા તથા પો.કોન્સ, ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમઢા, મયુરભાઇ કોડીયાતર તથા ડ્રા.પો.કોન્સ. મુકેશભાઇ કોડીયાતર વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(1:15 pm IST)