Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ખંભાળીયામાં ૩ સંતાનો સાથે ભૂલા પડેલ મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

ખંભાળીયા, તા.૧૯: પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય ના.પો.અધિ. હીરેન્‍દ્ર ચૌધરી ખંભાળીયા ઇન્‍સ્‍પેકટર પી.એમ.જુડાલે મહીલા તથા બાળ સુરક્ષા બાબતે ખંભાળીયા પોલીસ સ્‍ટેશનના ‘સી' ટીમ ઇન્‍ચાર્જ પો.સબ.ઇન્‍સ. કે.એન.ઠાકરીયા સ્‍ટાફને કામગીરી કરવા સુચના આપેલ હોય. સર્વેલન્‍સ સ્‍ટાફના પો.કોન્‍સ. યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઇ લુણાનાઓની સમક્ષ એક મહીલા ત્રણ બાળકો સાથે ભુલા પડેલ હોય અને રેલ્‍વે સ્‍ટેશન હોવાની હકિકત મળેલ હોય. જેથી તેઓને પોલીસ સ્‍ટેશન ખાતે લાવેલ અને પુછપરછ કરતા સુસીલાબહેન બાબુભાઇ ભીમસીંગ પટેલ ઉવ.૨૯ રહે.ઉધાવડા ગામ તા.દેવગઢ બારીયા જી.દાહોદ વાળી હોય ભુલા પડી ગયેલ હોય અને તે મહીલાના પતિ તથા સગા સબંધીઓનો સંપર્ક કરી તેનું સરનામુ શોધી કાઢી તે મહીલા તથા સંતાનોને તેના પરીવારની સાથે મીલન કરાવી સોંપી આપેલ છે.

આ કામગીરી (૧) ઇન્‍સ્‍પેકટર પી.એમ.જુડાલ (૨) સબ.ઇન્‍સ. કે.એન.ઠાકરીયા (૩) હેડ.કોન્‍સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (૪) કોન્‍સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (૫) કાનાભાઇ રાણાભાઇ લુણા (૬) શીતલબેન લલીતભાઇ કાપડીયા (૭) મણીબેન મેરૂભાઇ જોગલ (૮) જયોતીબેન વેજાડભાઇ છુછર (૯) હેતલબેન મનસુખભાઇ અમરેલીયાએ કરી હતી.

(1:23 pm IST)