Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ધારીનાં જીરાડાભાળી ગામની સીમમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકીને દિપડાએ ફાડી ખાધી

અમરેલી તા.૧૯ : ધારીનાં જીરાડાભળી ગામની સીમમાં રસીકભાઇ બાંભરોલીયાની વાડીએ મધ્‍યપ્રદેશના મજુરો મજુરી કામ માટે આવ્‍યા હતા અને વાડીએ જ રાત્રી રોકાણ કરતા મજુરીકામ કરવા આવેલ રાત્રીનાં ત્રણ વાગ્‍યા આસપાસ દિપડો આવી ચડતા એક વર્ષની બાળકનીે ફાડી ખાધી હતી. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો સાથે પોલીસતંત્ર પણ દોડી આવ્‍યું હતુ અને તત્‍કાલ દિપડાને પકડી પાડવા વનવિભાગે પાંજરા મુકી તજવીજ હાથ ધરી હતી.

વિજશોક લાગતા મોત

મોટા બારમણ ગામની સીમમાં પોતાની વાડીએ પાણીભરવા માટે ચાલુ કરવા જતા રવજીભાઇ મધુભાઇ ભાલાળા ઉ.વ.૬૭ને વીજશોક લાગતા મોત નીપજયાનું સુરેશકુમાર લાલજીભાઇ ભાલાળાએ ખાંભા પોલીસમાં જાહેર કરેલ છે.

કડીયાળી ગામે ધમકી

રાજુલા તાલુકાના કડીયાળી ગામે તા.૧પ-૭ના વિક્રમભાઇ ઉર્ફે વિકી શંભુભાઇ વાજા ઉ.વ.રપમ એકાદ માસ પહેલા દુલા બચુભાઇ વાજાના કારખાને હીરા ઘસતો હોય તે દરમિયાન દુલાભાઇની દિકરીને હીરા ઘસતા શીખવાડેલ અને હીરાના કારખાના પાસેથી નીકળતા દુલાભાઇની દિકરી જોઇ જતાં વિક્રમસાથે વાતો કરતા હોય જે જોઇ જતાં દુલા બચુભાઇ, વિનુ બચુભાઇ વાજાએ પાઇપ વડે માર મારી પગમાં ફેકચર કરી ધમકી આપ્‍યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પગારના પૈસા માંગતા

ઇશ્વરીયા કષ્‍ટભંજનદેવ હોટલમાં કામ કરતા જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામના મુનાભાઇ જોધાભાઇ સાંખટ ઉ.વ.ર૯એ પોતાના પગારના પૈસા માંગતા હોટલના માલીક આધવ બાબુભાઇ નરેશ ઉર્ફે મોટી વામજાએ લાકડી અને પાઇપ વડે માર મારી ઇજા કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કાર પાછળ બાઇક અથડાયુ

જાફરાબાદમાં હરજીભગતની મચ્‍છીની ફેકટરી સામે ગભરૂભાઇ સોમાતભાઇ કોટડીયા ઉ.વ.ર૬ પોતાનું બાઇક જીજે ૧૪એએફ ર૧૪૮ માં ડબલ સવારી જતા હોય ઇકો કાર જીજે ૧૮ બી ૦૧૧૭ના ચાલકે  પુર ઝડપે ચલાવી અચાનક બ્રેક મારતા કાર પાછળ બાઇક અથડાતા ઇજા કરી ફેકચર કર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કન્‍ટેનર હડફેટે બાઇક

સાવરકુંડલા રોડ પર વિશ્વાસ પેટ્રોલપંપ પાસે તા.૧૪-૭ના સાંજના રાજુભાઇ અરજણભાઇ રાઠોડ તેમજ વિવેકભાઇ સામતભાઇ પોતાનું બાઇક લઇને રાજુલાથી પોતાનાગામ ભાક્ષી જતા હતા. ત્‍યારે કન્‍ટેઇનર જીજે ૧૪ એકસ ૭ર૪૭ના ચાલકે પુરઝડપે ચલાવી બાઇકને હડફેટે લઇ પગમાં ફેકચર કરી નાસી ગયાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વીસળીયા ગામે ત્રાસ

રાજુલા તાલુકાના વીસળીયા ગામે  સામુબેન બાબુભાઇ શિયાળને પતિએ કરિયાવર અને ઘરકામ પ્રશ્‍ને માર મારી ત્રાસ આપ્‍યાની મરીન પીપાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સગીરાને ભગાડી

જેસિંગપરમાં ધારી રોડ ઉપર રહેતી સગીરાના અમર સગરે ઘર આસપાસ આંટા ફેરા કરી પીછો કરી છેડતી કરી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયાની સગીરાના પિતાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સગીરાને ભગાડી

જેસિંગપરામાં ધારી રોડ ઉપર રહેતી સગીરાને અમર સગરે ઘર આસપાસ આંટાફેરા કરી પીછો કરી છેડતી કરી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયાની  સગીરાના પિતાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વાતો કરતા ઝઘડો થયો

જેસર રોડ ઉપર ડો.ઉનાવાના દવાખાના પાસે ધનીબેન મગનભાઇ દેલાણીયા ઉ.વ.૩૧ની દિકરી ઉમાબેન રમેશગીરી ગોસાઇના દિકરા દર્શન સાથે વાતો કરતા હોય જેનું મનદુઃખ રાખી ઉમાબેન, પ્રજ્ઞાબેન પ્રતાપભાઇ, દર્શન રમેશભાઇ ગોસાઇએ મારમારી ધમકી આપયાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

છુટા પથ્‍થરના ઘા

ત્રાકુડાગામે દિપાલીબેન ધીરજભાઇ પરમાર ઉ.વ.ર૬ના જેઠ જીવરાજભાઇ પરમારે વનરાજભાઇ મગનભાઇ વિંઝુડા ઉપર છેડતીની ફરિયાદ ત્રણ વર્ષ પહેલા કરાવેલ હોય જે મનદુઃખ રાખી તા.૧૬-૭ના સાંજના વનરાજભાઇ, મગનભાઇ, ઘનશ્‍યામભાઇ કમાભાઇ વિંઝુડા તથા રાહુલ નારણભાઇ સાગઠીયાએ ઘરે આવી છુટા પથ્‍થરના ઘા મારી ધમકી આપ્‍યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(3:41 pm IST)