Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

સાવરકુંડલા તાલુકા ભાજપની કારોબારીઃ કિશોર તેરૈયા ‘આપ' છોડી ભાજપમાં

સાવરકુંડલા : તાલુકા ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ  જીવનભાઈ વેકરીયા ના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ મીટીંગમાં  આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સુચના અનુસાર સંગઠનને વધુ મજબૂત બનાવવા કેન્‍દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના ઘર સુધી પહોંચે તે માટે કાર્યકર્તાઓને ખાસ ભલામણ કરવામાં આવી હતી. તાલુકાનું સંગઠન વિશ્વાસ સાથે આગામી ચૂંટણી જીતવા કટિબધ છે તેઓ વિશ્વાસ પણ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

આ તકે કિશોરભાઈ તેરૈયાએ જણાવેલ કે આમ આદમી પાર્ટી છેતરામણી અને લોભામણી પાર્ટી છે આથી પાર્ટી છોડી હું ભાજપનો ખેસ પહેરી આદર્શ પાર્ટીનો સૈનિક કાર્યકર બન્‍યો છું અને ભાજપ માટે સેવાની પ્રવૃતિમાં જોડાવું છું.

બેઠકમાં કાર્યકર્તા અને તેમના સગા સંબંધીઓના નિધન પર પાર્ટી એ શોક વ્‍યક્‍ત કરી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપેલ.

દિલીપભાઈ સંઘાણી ગુજકોમાસોલના બિનહરીફ ચેરમેન બનતા તેમજ  દીપકભાઈ માલાણી ઇફકો કિસાન સેવા ટ્રસ્‍ટના ડિરેક્‍ટર બનતા અભિનંદનનો ઠરાવ પસાર કરેલ.

બેઠકમાં  જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા, સહકાર અગ્રણી  દિપકભાઈ માલાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ  સુરેશભાઈ પાનસુરીયા,  ચેતનભાઇ માલાણી,  નીતિનભાઈ નગદીયા, જિલ્લા પંચાયત સદસ્‍ય  રાહુલભાઈ રાદડિયા, શરદભાઈ ગોદાની, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ  લલીતભાઈ બાળધા, તાલુકા પંચાયત ના સભ્‍યો, સંગઠનના હોદ્દેદારો, સરપંચો અને આગેવાનો હાજર રહેલ.

સાંસદ  નારણભાઈ કાછડીયા એ કારોબારીને શુભેચ્‍છા પાઠવેલ હતી.તેમ સાવરકુંડલા તાલુકા મહામંત્રી ચેતનભાઇ માલાણીની અખબાર યાદીમાં જણાવાયું છે.

(1:28 pm IST)