Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

જૂનાગઢના વોર્ડ નં.૧૧માં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા. ૧૮: રાજ્યમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીઅંતર્ગત રાજ્યના છેલ્લી બે દાયકામાં થયેલા વિકાસને લોકોસુધી પહોચાડવા જુનાગઢ મહાનગરપાલિકા, દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ શહેરમાં વોર્ડ નં.૧૧માં લોઢીયા વાડી,તળાવ દરવાજા ખાતે કોર્પોરેટર મહેન્દ્રભાઈ મશરૃ, પલ્લવી બેન ઠાકર, ભાવનાબેન હીરપરા,અગ્રણી  શ્રેયસભાઈ ઠાકર, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે,ડો.અર્ચિતભાઈ ભરાડવા, ફોરેસ્ટર એચ.સી.દિક્ષિત વ્યવસાય વેરા અધિકારી રાજુભાઈ મહેતા, ટેક્ષ સુપરવાઈઝર મનોજભાઈ રૃપાપરા, સતીશભાઈ રાછડિયા, પી.જી.વી.સી.એલ. ના હડિયા  અને આંબલીયાની ઉપસ્થિતિમાં યોજાયો.

શહેરનાવોર્ડ નં.૧૧ માં સવારે પ્રભાત ફેરીના કાર્યક્રમ બાદ વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરમાં યોગ અભ્યાસનો કાર્યક્રમ યોજયો. જેમાં વોર્ડના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યાર બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ વોર્ડ નં.૧૧ લોઢીયા વાડી,તળાવ દરવાજા ખાતે પહોચતા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ દ્વારા શહેરના વોર્ડ નં-૧૧માં વણઝારી ચોક, જાગનાથ મંદિર, આલ્ફા સ્કુલ લક્ષ્મી નગર, નહેરુ પાર્ક, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી વગેરે વિસ્તારોમાં શહેરી જનોને છેલા ૨૦ વર્ષના સરકાર દ્વારા વિકાસ કાર્યો અંગેની શોર્ટ ફિલ્મ દર્શાવીને તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી હતી.

શહેરના વોર્ડ નં.૧૧માં મહાનગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજના અંતર્ગત બાંધકામ શાખા, વો.વ.શાખા, સ્ટ્રીટ લાઈટશાખા દ્વારા કુલ ૯ વિકાસકાર્યોનું રૃ.૧૨ લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન હારૃનભાઈ વિહળ દ્વારા કરવામાં આવેલ હતું.

(1:28 pm IST)