Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

વિસાવદર તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઇઃ પ્રમુખપદે શાંતિલાલ ગણાત્રા

 

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ૧૮ : અંધશાળાના પરિસરમાં વિસાવદર શહેર - તાલુકાના પત્રકારોની એકતા પરિષદની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં જિલ્લા મથકેથી  પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો, પ્રદેશ મહામંત્રી મુકેશભાઇ સખીયા, જિલ્લા પ્રભારી વિનુભાઇ પુરોહિત, જિલ્લા કોઓડીનેટર વિનોદભાઇ ચંદારાણા તથા જિલ્લા મહામંત્રી વલ્લભભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોને  સ્થાનિકી પત્રકાર-પ્રતિનિધિઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યુ હતું.

મહાનુભવોએ જણાવેલ કે, રાજય-જિલ્લા લેવલે કાર્ય કરતી 'પત્રકાર એકતા પરિષદ' પત્રકારોના હિતમાં કાર્ય કરતી સંસ્થા છે. સાથોસાથ સરકાર પાસે પત્રકારત્વ ક્ષેત્રે માંગણીઓ મૂકેલી તે પૈકી ઘણી માગણીઓ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સ્વીકૃત કરેલ છે.

આ ઉપરાંત દરેક પત્રકાર માટે વિનામૂલ્યે વિમા સુરક્ષા કવચ પુરું પાડવા રાજય પત્રકાર એકતા પરિષદ કટિબદ્ધ છે. પત્રકારત્વ ક્ષેત્રે ધ્યાનમાં રાખવા જેવી ઘણી બાબતોની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.

આ બેઠકમાં વિસાવદર તાલુકા એકતા પત્રકાર પરિષદ કારોબારીની રચના કરાતા સર્વ સંમતિથી પ્રમુખ તરીકે વીરભૂમિના એડિટર શાંતિભાઇ ગણાત્રાની બિનહરીફ નિયુકિત કરવામાં આવી હતી. પત્રકાર મિત્રોના સંકલનથી વિસાવદર તાલુકા કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રતિનિધિ સી.વી. જોશી, તાલુકા ઉપપ્રમુખ હરેશભાઇ મહેતા, ઉમેશભાઇ ઝાલાવાડીયા, મહામંત્રી વિપુલભાઇ લાલાણી, સંગઠન મંત્રી કેયુરભાઇ અભાણી, ચંદ્રકાંતભાઇ ચૌહાણ, સહમંત્રી રાજુભાઇ ગોંડલીયા, આઇ.ટી.સેલ મુકેશભાઇ રીબડીયા, સલાહકાર બોર્ડના સભ્ય ગીજુભાઇ વિકમાની વરણી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભવોએ નવનિયુકત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

નવ નિયુકત પ્રમુખ શાંતિભાઇ ગણાત્રાએ જણાવેલ કે. આગામી સમયમાં જીલ્લા સાથે સંકલનમાં રહી અને લોકશાહીમાં પત્રકારત્વની ગરિમાં જળવાઇ રહે તેવા આપણા સૌના સહિયારા પ્રયત્નો રહેશે. પરિષદની કાર્યશૈલી મુજબ તમામ પત્રકાર મિત્રોને સહકાર આપવા અનુરોધ   કર્યો હતો.

(1:39 pm IST)