Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

હું ક્યારેય ગદારી નહિ કરું; કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ નામ લીધા વિના પ્રહારો કર્યા

મોરબીમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, લલિત કગથરાના સ્વાગતમાં ભવ્ય રેલી કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો પણ રેલીમાં જોડાયા પ્રદેશ કાર્યકારી પ્રમુખ બનતા ભવ્ય રેલી યોજાઈ

મોરબી : વિધાનસભા ચુંટણી નજીક આવતા રાજકીય પક્ષોએ સંગઠન મજબુત બનાવવા ઉપરાંત શક્તિ પ્રદર્શન શરુ કર્યા છે જેમાં તાજેતરમાં ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર કરાયો છે અને ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરા સહિતના ૭ આગેવાનોને પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે જેથી આજે લલિત કગથરાને આવકારવા મોરબીમાં ભવ્ય રેલી યોજાઈ હતી અને કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું

  ધારાસભ્ય લલિત કગથરાની પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુક થતા આજે ભવ્ય રેલી યોજવામાં આવી હતી જે રેલીમાં લલિત કગથરાને આવકારવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, ધારાસભ્ય પરેશ ધાનાણી, ધારાસભ્ય લલિત વસોયા, ધારાસભ્ય પ્રભાત દુધાત, ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને કિરીટ પટેલ સહિતના આગેવાનો પણ રેલીમાં ખાસ ઉપસ્થિત રહયા હતા
જે મામલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસે ૨૦૨૨ વિધાનસભા ચુંટણીનું રણશીન્ગું ફૂંકી દીધું છે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાની પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થઇ છે જેને આવકારવા મોરબી જ નહિ સૌરાષ્ટ્ર પંથકના આગેવાનો જોડાયા હતા તો મોરબીમાં ભવ્ય રેલી યોજાઈ હતી જેનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું તો બાદમાં દ્વારકેશ પાર્ટી પ્લોટ ખાતે સભાનું આયોજન કરાયું હતું
રવાપર ગામમાં સભામાં ગદાર કહીને કટાક્ષ કર્યા
આજે રેલી બાદ રવાપર ખાતે સભાનું આયોજન કરાયું હતું જેમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ખેતી અને ગામડાઓ માટે ભાજપ નથી ભાજપ આપણું છે નહિ અને થવાનું નથી તેને માત્ર ઉધોગોની ચિંતા છે મોરબીના ઉદ્યોગકારોને નુકશાની સહન કરવી પડે છે છતાં કોઈ સરકાર સામે બોલી શકતું નથી તે ઉપરાંત યુવાનોને રોજગારી અને ખેડૂતોના મુદે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ હું ક્યારેય ગદારી સહન નહિ કરી સકું અને ગદારને માફ નહિ કરી સકું કહ્યું હતું અને ઈશારા ઈશારામાં મંત્રી બ્રિજેશ મેરજા પર કટાક્ષ કરી તેમને ગદર કહ્યા હતા
ત્રણ કાર્યકારી અધ્યક્ષ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે, ચુંટણી રણશીન્ગું ફૂંક્યું
પ્રદેશ કાર્યકરી પ્રમુખ લલિત કગથરાએ જણાવ્યું હતું કે તેના સહિતના ત્રણ કાર્યકારી અધ્યક્ષ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે અને ચુંટણી પૂર્વે ગામો ગામ ફરીને લોકોને જાગૃત કરવામાં આવશે
 
સિરામિક હડતાલને લઈને આપ્યું મહત્વનું નિવેદન
હાલ મોરબી સિરામિક એસો દ્વારા એક માસનું વેકેશન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે લલિત કગથરાએ જણાવ્યું હતું કે જીએસટી, ગેસના ભાવ અને નિકાસની નીતિને પગલે ઉદ્યોગકારોની સ્થિતિ કફોડી બની છે જો સિરામિક ઉદ્યોગ ચાલુ રહે તો મહીને ૧ કરોડનું નુકશાન થાય અને બંધ રાખે તો ૫૦ લાખનો ખર્ચ થાય છે ઉદ્યોગકારો સરકારના ડરથી ખુલીને બહાર નથી આવી સકતા તેમજ ઉદ્યોગકારોના બંધને સમર્થન આપી જરૂર પડ્યે આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી
ગુજરાતની જનતા ભાજપથી નારાજ : રામ કિશન ઓઝા
આજની સભામાં ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ સમિતીના સહ પ્રભારી,સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ રામકિશન ઓઝાએ મીડિયાને જણાવ્યું હતું કે, લોકો બીજેપી શાસનથી ખૂબ નારાજ છે.આ પરિસ્થિતિમાં લોકોને કોંગ્રેસ પર મોટી આશા છે.2022માં ગુજરાતમાં બીજેપીની હાર નિશ્ચિત છે અને કોંગ્રેસની સરકાર બનશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો

(12:21 am IST)