-
અમેરિકામાં ગેસની સગડી પર પ્રતીબંધ મુકવાની થઇ રહી છે તૈયારી access_time 7:50 pm IST
-
માછલી ખાતા લોકો થઇ જજો સાવધાન:થઇ શકે છે આ ગંભીર બીમારી access_time 7:48 pm IST
-
અદાલતનો મોહમ્મદ શમીને આદેશઃ પત્નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો access_time 3:39 pm IST
News of Thursday, 24th November 2022
ઉનાના ડમાસામાં શહીદવીર લાલજીભાઇને ર૧ રાઇફલ્સની સલામીઃ અંતિમયાત્રા નીકળી

ઉના : તાલુકાના ડમાસા ગામન લાલજીભાઇ બાંભણીયા મરાઠા રેજીમેન્ટમાં લશ્કર આર્મીમાં જોડાયેલ અને અરૂણાચલમાં સરહદ ઉપર ફરજ દરમિયાન શહીદ થતા તેમનો પાર્થિવ દેહ તેમના વતન ડમાસા ગામે આવતા પરિવારજનોમાં અશ્રુનો દરિયો વહી ગયેલ અને મરાઠા રેજીમેન્ટના સૈનિકોએ શહીદવીરેને ર૧ રાઇફલોની સલામી આપી હતી અને ડમાસામાં વિશાળ શહીદ લાલજીભાઇની અંતિમયાત્રા પુરા સન્માન સાથે નીકળેલ જેમાં ઉના હિન્દુ યુવા સંગઠન ઉના, જુનાગઢના એન.સી.સી. કેડેટ જવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામ્યજનો જોડાયા હતા. અંતિમયાત્રા નાથાળ સીલોજ થઇ ઉના મોદેશ્વર મોહન સખુધામે પહોંચી હતી. ત્યાં સામાજિક રાજકીય આગેવાનોએ સલામી આપીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદવીર લાલજીભાઇનો ફાઇલ ફોટો તથા અંતિમયાત્રા નીકળી તે તસ્વીરો. (તસ્વીર અને અહેવાલ : નવીનભાઇ જોષી - ઉના)
(11:43 am IST)