Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોરબીમાં જિસકા માલ ઉસકા હમાલ લાગુ :મોરબી અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસો,ની મિટિંગ યોજાઈ

મોકલનારને વાહન માલિક વાહન લોડ કરવા કે માલ ઉતારવા માટેનો ખર્ચ નહિ આપે તેમજ અન્ય ખર્ચ પણ આપવાનો રહેશે નહિ

મોરબી અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની તાજેતરમાં બેઠક મળી હતી જેમાં જિસકા માલ ઉસકા હમાલ નિયમ લાગુ કરવામાં આવ્યો છે
મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરની યાદીમાં જણાવ્યા અનુસાર ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ન્યુ દિલ્હી અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો દ્વારા જિસકા માલ ઉસકા હમાલ અભિયાન ચલાવવામાં આવે છે જે અનુસાર મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની એક મીટીંગ મળી હતી જેમાં મોરબીમાં આજથી જિસકા માલ ઉસકા હમાલ લાગુ કરવામાં આવ્યો છે
મોરબી અને વાંકાનેરના દરેક ટ્રાન્સપોર્ટને સુચના આપવામાં આવી છે કે ટ્રાન્સપોર્ટ માટે વાહન લોડીંગ માટે મોકલનારને વાહન માલિક વાહન લોડ કરવા કે માલ ઉતારવા માટેનો ખર્ચ નહિ આપે તેમજ અન્ય ખર્ચ પણ આપવાનો રહેશે નહિ તેમજ પાર્ટી મોરબી અને વાંકાનેરમાં જેનો માલ તેનો હમાલ અભિયાનમાં સહયોગ નહિ આપે તો મોરબી અને વાંકાનેરમાં લોડીંગ તા. ૦૧ ઓગસ્ટથી રોકી દેવામાં આવશે જે બાબતે કંપની અને પાર્ટીએ ધ્યાન આપવા જણાવ્યું છે

(2:50 pm IST)