Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

તૌકેત વાવાઝોડા સહાય સંદર્ભે રી-સર્વે ના હુકમો કરવામાં આવે જેથી કરીને બધા લોકોનું ભલું થઈ શકે

અમરેલી જિલ્લામાં વાવાઝોડા અસરગ્રસ્ત લોકોની વ્હારે આવતો અમરેલી કોંગ્રેસ પરિવાર : પરેશભાઈ ધાનાણી ની અધ્યક્ષતા માં ધારાસભ્યો દ્વારા કલેકટરને આવેદન

 રાજકોટ તા.૨૬, તૌકતે વાવાઝોડા સંદર્ભ વિવિધ સહાય ચુકવણીમાં થયેલ વિસંગતતા બાબતે રેસર્વે કરાવવાની લોકમાંગ ઉભી થયેલ છે. લોકમાંગને લઈને રાજુલા-જાફરાબાદ-ખાંભા નાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા વિધાનસભા વિપક્ષના નેતા  પરેશભાઈ ધાનાણી ને સાથે રાખીને અમરેલી જિલ્લામાં રિસર્વે કરાવવા સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમરેલી જીલ્લા કલેક્ટરશ્રીને આવેદપત્ર પાઠવ્યુ હતું આ તકે રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત સહિતના ઉપસ્થિત રહ્યા હતા

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે 2 મહિના પહેલા અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને દરિયાઈ પટ્ટી ઉપર તૌકેત વાવાઝોડાએ જે તબાહી સર્જી છે તે ખુબજ ભયાવહ હતી. ત્યારબાદ સરકાર શ્રી દ્વારા જે વિવિધ પ્રકારની સહાય લોકોને મદદરુપ થવા માટે આપવામાં આવી છે એમાં ખૂબ જ મોટી વિસંગતતાઓ છે.

   રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાઓ માં લોકો દ્વારા  ક્રમશઃ આવેદનપત્ર આપીને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ તેમ છતાં પણ  કોઈ નિરાકરણ થયેલ નથી તેથી આજે રાજુલા જાફરાબાદ ખાંભા કોંગ્રેસ પરિવારે આવેદનપત્ર આપીને અમારા પ્રશ્ન સરકારશ્રી સુધી પહોંચે એના માટે અપીલ કરી હતી.

    આશા રાખીએ કે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ માં જે લોકોને અન્યાય થયો છે તેને ન્યાય મળે એ માટે સરકારશ્રી તરફથી તૌકેત વાવાઝોડા સહાય સંદર્ભે રી-સર્વે ના હુકમો કરવામાં આવે જેથી કરીને બધા લોકોનું ભલું થઈ શકે. તેમ અંતમા રાજુલા જાફરાબાદ ખાંભા કોંગ્રેસ પરિવારે જણાવ્યું છે.

 

(2:58 pm IST)