Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ધોરાજી માં કોરોનાનો આંક ચોથી સદી તરફ : વધુ ૧૭ કોરોના પોઝીટીવ કેસ : કુલ ૩૯૮ કેસ

ધોરાજી::: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના એ કાળો કેર સર્જ્યો છે ત્યારે ચોથી સદી તરફ કોરોના પોઝિટિવ કેસ નો પ્રયાણ થઈ રહ્યું છે લોકોમાં પણ ભય છે 

કોરોના છેલ્લા પાંચ મહિનાથી લોકો નો પીછો છોડતો નથી અનેક લોકો ધંધા રોજગાર વગરના પણ થઇ ગયા છે અને કરી પરિવાર વધારે બન્યા છે આવા સમયે કેટલી લોકો સાવચેતી રાખે તે પણ એક સવાલ ઉભો થયો છે અને આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીને કારણે ધોરાજીમાં કોરોનાનો સંક્રમણ વધુ ફેલાયો છે આવા સમયે ભગવાન ભરોસે રહેલું ધોરાજી ના લોકોએ પણ હવે સ્વીકારી લીધું છે કે કોરોના આપણો પીછો છોડવાનો નથી આપણે જ સ્વયંભૂ જાગૃત સાથે સાવચેત રહેવું 

ધોરાજીમાં પોલીસ પરિવારોને પણ કરોના એક શંકજા માં લીધા છે ગઈકાલે ડોક્ટર દંપતી પણ કોરોના સંક્રમણ માં આવ્યું હોય તેવું જાણવા મળેલ છે ત્યારે ધોરાજીમાં લોકો સ્વયંભૂ જાગૃત બનીને કોરોના ને બગાડે તે બાબતે પણ જાગૃતિ કેળવવી જરૂરી છે.

     કોરોના ના ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા તેમાં ૩૫ વર્ષીય પુરુષ રહે પાટણવાવ, ૩૨ વર્ષીય પુરુષ રહે પાટણવાવ, ૪૨ વર્ષીય મહિલા રહે પાટણવાવ ,૫૬ વર્ષીય મહિલા રહે જમનાવડ રોડ ,૩૬ વર્ષીય પુરુષ રહે જમનાવડ, ૩૩ વર્ષીય પુરુષ રહે પંચ શિલ સોસાયટી ,૩૨ વર્ષીય પુરુષ રહે પંચ શીલ સોસાયટી,

૫૨ વર્ષીય પુરુષ રહે બસ સ્ટેશન પાસે,૬૯ વર્ષીય પુરુષ રહે દાતાર વાડી ,૪૦ વર્ષીય પુરુષ રહે હીરપરા વાડી, ૪૫ વર્ષીય મહિલા રહે વણકર વાસ ,૪૩ વર્ષીય પુરુષ રહે વણકર વાસ , ૪૩ વર્ષીય પુરુષ રહે ભૂખી, ૪૫ વર્ષીય પુરુષ રહે ભૂખી ,૩૨ વર્ષીય પુરુષ રહે ભૂખી ,૨૬ વર્ષીય પુરુષ રહે ભૂખી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

આમ આજ સુધી માં કુલ કોરોના ના ૩૯૮  પોઝીટીવ કેશો નોંધાયા છે.

(10:14 am IST)