Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ગોંડલની ગોંડલી નદીમાંથી પાણીમાં તરતો અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

ગોંડલની ગોડલી નદીમાં ભગવત પરના સામેના વિસ્તારમાં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની જાણ ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડ અને પોલીસને થતા ફાયર બ્રિગેડની ટીમે અજાણ્યા પુરૂષના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડયો હતો.નદીમાંથી મળી આવેલ અજાણ્યા પુરૂષના મૃતદેહ અંગેની પોલીસે તપાસ હાથ ધરતાં મૃતક ગોંડલની ગુંદાળા ચોકડી પાસે ઝુપડામાં રહેતાં શ્રમજીવી છગનભાઈ વાજલીયાની હોવાની વિગતો સામે આવી હતી.મૃતક છેલ્લા 4 દિવસથી લાપતા બનેલ હોવાનું પણ ખૂલતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી.

(11:36 am IST)