Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

બગસરા નગરપાલિકા બોર્ડમાં રૂ.૨૭૭ લાખના વિકાસ કામોને બહાલી અપાઇ

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૨૮ : બગસરા નગરપાલિકાની સામાન્યસભા પાલિકા પ્રમુખ રસીલાબેન પાથર તથા ઉપપ્રમુખ નિતેશ ડોડીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં ચલાલાના ચીફ ઓફીસર ગોહિલ ઉપસ્થિત રહેલ.

આ સભામાં રૂ.૨૭૭ લાખના કામોને બહાલી અપાઇ જેમા નટવરનગરના લાલપુરથી બાયપાસ ચોકડી સુધી સીસીરોડ, કુકાવાવ નાકા મહાજનના વંડાથી આઇટીઆઇ સુધી સીસીરોડ તથા રાજકોટ રોડ સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ગેઇટ સુધી રોડ બનાવવામાં આવશે. આ સાથે નદીપરાના નવાપુલથી હજીરાપીર દરગાહ સુધી અને રતનેશ્વર મહાદેવના મંદિરથી જુના પુલ થઇ મયુર સ્ટોરવાળા અસગરભાઇના ઘર સુધી મહાજનના વંડાથી બંગલીચોક તથા મામલતદાર ઓફીસ સુખાભાઇના ગેરેજથી શાકમાર્કેટ રોડ સુધીના રોડના કામો મળી કુલ આમ રૂ.૨૭૭લાખના કામોને બહાલી અપાઇ છે.

આ મીટીંગમાં ન.પા.ના પુર્વ પ્રમુખ રશ્વિનભાઇ ડોડીયા, એ.વી.રીંબડીયા, છગનભાઇ હિરાણી સહિતના સદસ્યો ઉપસ્થિત રહેલ.

(11:40 am IST)