Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

જેલમાંથી સિપાઇની મોબાઇલ સાથે ધરપકડ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૮:  જુનાગઢ જેલમાં વાડે જ ચીભડા ગળ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

જેમાં એક જેલ સિપાઇ ચેકીંગ દરમિયાન જેલમાંથી મોબાઇલ સાથે મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

જેલમાં મોબાઇલ, પાન-બીડી ગુટખા વગેરે પ્રતિબંધીત વસ્તુઓ લઇ જવા પર મનાઇ છે છતાં જુનાગઢ જેલમાંથી આવી વસ્તુઓ સાથે કેદીઓ મળી આવવાની ઘટના અવારનવાર બહાર આવી છે.

પરંતુ ગઇકાલે રાત્રે જુનાગઢ જેલમાં ફરજ બજાવતાં સિપાઇ સહિત એ સાનીયા જ જેલમાંથી મોબાઇલ સાથે મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

જેલર સી. એન. સોલંકી એ ગત રાત્રે સિપાઇ અકીત સાનીયાની અંગઝડતી લેતા તેની પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ મળી આવતા તેની ધરપકડ કરી અને એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.

વિશેષ તપાસ પી. કોન્સ. આઇ. વી.યુ. સોલંકી ચલાવી રહ્યા છે.

(12:54 pm IST)