Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

મોટી ઘંસારી ગામે પતિના વિરહમાં સગર્ભા પત્નિએ પાંચ વર્ષના પુત્ર સાથે કુવામાં જંપલાવતા માતા પુત્રના મોત : હૃદય કંપાવનારી ઘટનાથી કેશોદ પંથકમાં અરેરાટી

  (કિશોરભાઈ દેવાણી દવારા) કેશોદૅં   તાલુકાના મોટી દ્યંસારી ગામના ખેડુત પરિવારના અશોકભાઈ નારણભાઈ ચુડાસમા આશરે બાર વિઘા જમીન ધરાવતા હતા.સાથે સાથે પોતે ખાનગી શાળામાં નોકરી કરતા તેમના પત્ની મોટી ઘંસારી ગામે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં સાત વર્ષ પહેલાં પુત્રીને વીછી કરડતા મોત નિપજયું હતું. ત્યાર બાદ પુત્રનો જન્મ થયો હતો જે હેત નામનો પુત્ર પાંચ વર્ષનો હતો. તેમજ હાલમાં અશોકભાઈના પત્ની નિતાબેન સગર્ભા હતા જેના પાંચ મહીના જેટલો સમય થયો હતો. પુત્ર  હેત સાથે અશોકભાઈનો પરિવાર આનંદ કિલ્લોલ કરતો હતો પરિવારમાં કમનસીબે દુઃખદ દ્યટનાની શરૂઆત થઈ અશોકભાઈને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો જુનાગઢ ખાનગી કોવીડ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારથી પરિવાર પર કાળ પોકારતો હોય તેમ પરિવારનો માળો વિખાવાના એંધાણ શરૂ થવાનો હોય તેમ અશોકભાઈએ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હોસ્પિટલના છઠ્ઠામાળની બારીમાંથી મોતની છલાંગ લગાવી હતી. જે  પ્રાથમિક દ્રષ્ટિએ   આત્મહત્યા માનવામાં આવતી હતી.પરિવારજનોએ અજુગતું બન્યુ હોવાનું અનુભવ્યું હતુ. પણ જેની તપાસ થાય અને સત્ય બહાર આવે એ પહેલાં ગણતરીના દિવસોમાં અશોકભાઈના મોતનો આદ્યાત લાગતાં તેમના પત્ની નિતાબેને તેમના પાંચ વર્ષના પુત્રને સાથે લઈ તેમના દ્યરથી થોડે દુર કુવામાંં ઝંપલાવતા ત્રણ જીવ ગુમાવતા અશોકભાઈનો પરિવારનો આખો માળો વેર વિખેર થયો અશોકભાઈનું ત્રીજુ સંતાન ધરતી પર ઉતરે તે પહેલાં જ  સાથે સાથે તેમનો પણ ભોગ લેવાયો હતો. પરિવારની કમનશીબી કેવી જેની નજર સામે પોતાના પુત્ર સગર્ભા પુત્રવધુ પૌત્ર અને અગાઉ પૌત્રિનું મોત જોનાર ૬૫ વર્ષીય નારણભાઈ કરશનભાઈ ચુડાસમાં તથા ૬૨ વર્ષીય નાથીબેન નારણભાઈને  કમનશીબે તેમની હયાતીમાં આવા દિવસો જોઈ આદ્યાતની લાગણી સાથે શોકમાં ગરકાવ થઈ ગયેલ છે. આવી હૃદય કંપાવી દેનારી ઘટનાથી સમગ્ર કેશોદ પંથકમાં આઘાત સાથે અરેરાટી  વ્યાપી જવા પામેલ છે.

(12:55 pm IST)