Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પૂર્વ ધારાસભ્ય ઠુંમરની જમીન સસ્તામાં પડાવી લેવા ધમકી આપનારની શોધખોળ

ફરીયાદનાં પગલે બીલખા પોલીસ દ્વારા તપાસ શરૂ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૮:  જુનાગઢના બીલખા ખાતે રહેતા ભાજપના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઇ ઠુંમરની જમીન સસ્તામાં પડાવી લેવા ધમકી આપનાર શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ અંગે રત્નાભાઇ ઠુંમરનાં  પુત્ર ધનજીભાઇએ બીલખા પોલીસમાં કરેલી ફરીયાદની વિગતો એવી છે કે તેમની ખેતીની જમીન બીલખા નજીકના જુના હડમતીયા ગામનાં રસ્તો આવેલ છે.

સર્વે નં. ૧૬૯ પૈકીની ખેતીની જમીનમાં વાવેતર ન થાય તે માટે બાજુની વાડીવાના બીલખાના અમીન મામદ ઘાંચી, વાહિદ મામદ અને આરીફ રજાક ઘાંચીએ ધમકી આપી હતી.

આ શખ્સોએ જમીનના ઢોર-ઢાંખર ચરાવતા હોય અને ચાલવુ હોય તે કહી ઠુંમરની જમીનમાં ઘંઉ અને કપાસનો કચરો નાંખી દબાણ કરવાનું કહીને ધમકી આપી હતી.

તેમજ ખેતીની જમીન સસ્તામાં પડાવી લેવા માટે ધનજીભાઇ તેમજ તેમના ભાઇઓને ત્રણેય ઘાંચી ઇસમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ ધનજી ઠુંમર કરતાં બીલખા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પી.એસ.આઇ.એસ. કે. માલમે આરોપી ઓની શોધખોળ હાથ ધરી છે.

(12:57 pm IST)