Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

જૂનાગઢ મ.ન.પા.ના જનરલ બોર્ડમાં મેયર લાલધુમ : પ્રજાના કામોનો તાકિદે નિકાલ કરવા મ્યુ.કમિશ્નરને આદેશ કરાયો

જૂનાગઢઃ ગઇ કાલ યોજાયેલ જનરલ બોર્ડમાં મેયર ધીરૂભાઇ ગોહેલ અધિકારીઓ ઉપર લાલધુમ અને ગુસ્સાથી અને જુસ્સાથી અધિકારીઓ સામે જવાબદારી નકકી કરી પગલા લેવા તથા વિજીલીન્સ અધિકારીની નિમણુંક કરવા કમિશ્નરને આદેશ કરેલ છે. બપોરે ૧૨: ૦૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે જનરલ બોર્ડની બેઠક ધીરૂભાઇ ગોહેલના અધ્યક્ષ સ્થાનેથી યોજાયેલ હતી. જેમાં ડે.મેયર હિમાંશુભાઇ પંડ્યા, સ્ટે. ચેરેમન રાકેશભાઇ ધુલેશીયા, શાસકપક્ષ નેતા નટુભાઇ પટોળીયા, દંડક ધરમણભાઇ ડાંગર તથા શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહેલ. જેમાં એજન્ડા આઇટમ નં. ૧માં ઘરવેરામાં રહેણાંકની મિલ્કત ઉપર ૨૨ % તા. ૩૧ જૂલાઇ સુધી અને બીન રહેણાંક ઉપર ૩૨ % ઓનલાઇન ટેકસ ભરે તેને માફી આપવા ઠરાવ પાસ કરેલ અને સ્થાયી સમિતી દ્વારા આ બોર્ડમાં બહુમતથી પાસ કરેલ છે. તો વહેલી તકે ડીસ્કાઉન્ટનો લાભ જૂનાગઢ મહાનગરપાલીકાનો વહેલી તકે ટેકસ ભરવા અપીલ કરવામાં આવે છે. તાત્કાલીક પ્રજાજનોના અને કોર્પોરેટરના કામનો નિકાલ લાવો તેમજ નબળા થયેલ કામો સામે કોન્ટ્રાકટર સામે બ્લેક લીસ્ટ કરવા કમિશ્નરને તાકીદે સુચન કરેલ છે. અને અધિકારીને ઠપકો પણ આપેલ છે.

(1:03 pm IST)