Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

કોહલીએ હિમ્મતથી 5 વર્ષ કાઢ્યા: રોહિતની હાલત 1 વર્ષમાં ખરાબ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો અકમલ, સલમાન બટ, હફીઝ મોહમ્મદ ઈમરાન સલમાન કાદિર વચ્ચે કેપ્ટન અંગેની ચેટ પરની ચર્ચાનો વીડિયો વાયરસ

નવી દિલ્હી:ઘણા સમયથી પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સુકાની બાબર આઝમને લઈને ધમાસાણ ચાલી રહ્યું છે. હોમગ્રાઉન્ડમાં સતત તમામ સિરિઝ હારી રહેલી પાકિસ્તાન ટીમના સુકાની અંગે મંથન ચાલી રહ્યું છે. ઘણા દિગ્ગજોનું માનવું છે કે, પાકિસ્તાન ટીમમાં સ્પ્લિટ સુકાની (તમામ ફોર્મેટમાં જુદા સુકાની) હોવા જોઈએ. આ મામલે પૂર્વ પાકિસ્તાની વિકેટ કીપર કામરાન અકમલે મોટું નિવેદન આપ્યું છે.

કામરાન અકમલે પૂર્વ પાકિસ્તાની ઓપનર સલમાન બટ સાથે વીડિયો ચેટ કર્યું. આ ચેટમાં હફીઝ મોહમ્મદ ઈમરાન, પૂર્વ ક્રિકેટર સલમાન કાદિર પણ હતો. આ વીડિયો ચેટને યૂટ્યુબ પર પણ શેર કરાયો છે.

આ વીડિયોમાં સલમાન બટે કહ્યું કે, શું પાકિસ્તાનની ટીમમાં તમામ ફોર્મેટમાં જુદા સુકાની હોવા જોઈએ અથવા ત્રણેય ફોર્મેટમાં એક જ સુકાની યથાવત્ રહે. આ અંગે કામરાન અકમલે સલાહ આપકા કહ્યું કે, હાલના સમયમાં સુકાની મામલે ફેરફાર કરવાનો સમય નથી, કારણ કે વન ડે વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે.

આ દરમિયાન કામરાન અકમલે સુકાનીના દબાણ અંગે પણ વાત કરી. સાથે જ વિરાટ કોહલી અને રોહિત શર્મા અંગે કહ્યું કે, પાંચ વર્ષ સુકાનીના દબાણનો કેવી રીતે સામનો કર્યો, તે ખબર નથી, પરંતુ એક વર્ષમાં જ રોહિતની હાલત ખરાબ થઈ ગઈ છે. કામરાને હસતાં હસતાં કહ્યું કે, રોહિત ટોસ દરમિયાન ભૂલી ગયો હતો કે, બેટીંગ કરવાની છે કે બોલિંગ...

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ સિરિઝની બીજી વન ડે રાયપુરમાં રમાઈ હતી. આ દરમિયાન રોહિત શર્મા ટોસ જીત્યા બાદ ભુલી ગયો કે, તેમણે બેટિંગનો નિર્ણય કરવાનો છે કે, બોલિંગનો... આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.

(12:23 pm IST)