Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભરૂચમાં 15 દિવસમાં 4 ઘાતક હથિયારો ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચે આમોદમાંથી USAના માર્કા વાળી પિસ્ટલ કબ્જે કરી :આરોપી જાવીદ પટેલ અગાઉ પણ આર્મ્સ એક્ટના એક ગુન્હામાં ઝડપાઈ ચૂક્યો છે,

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોને મળેલી બાતમીના આધારે તેઓ દ્વારા આમોદના પુરસા રોડ પર આવેલ નવી નગરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં રહીમ મિયા કાજી નામના આરોપી પાસેથી યુ.એસ.એ.ના માર્કા વાળી પિસ્ટલ ,મેગેઝીન અને કારતુસ મળી આવ્યા હતા. પોલીસે રહીમ કાજીની ધરપકડ કરી તેની પુછતાછ કરતા તેણે આ હથિયાર પાડોસી જાવીદ પટેલ પાસેથી ખરીદ્યા હોવાનું બહાર આવ્યું હતું. જાવીદની પણ ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપી જાવીદ પટેલ અગાઉ પણ આર્મ્સ એક્ટના એક ગુન્હામાં ઝડપાઈ ચૂક્યો છે, ઉપરાંત ચોરી અને મારામારીના ગુન્હામાં પણ તેની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે

વેપન ઉપર USAના માર્ક છે, પરંતુ તે 3 વર્ષથી સંતાડી રખાયું હોવાના કારણે કાટ ખાયેલું છે અને તે ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવશે. રહીમ એક ડ્રાઈવર છે. આ વેપન તે અમદાવાદમાં કોઈને વેચવાની પેરવીમાં હતો. એએસપી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે ભરૂચ શહેરમાં 7 રાઉન્ડ ફાયરિંગ કરી અંબીકા જવેલર્સ ખાતેના લુંટના બનાવ બાદ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ભરૂચ જિલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં 4 ઘાતક હથિયારો ઝડપી પડાયા છે.

(10:06 pm IST)