Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

નગર-મહાનગરના લોકોને માળખાકીય સુવિધાઓ મળી રહે તેવા સરકારના પ્રયાસો : ધનસુખ ભંડેરી

નડીયાદમાં અમદાવાદ ઝોનની ૪ જિલ્લાની નગરપાલિકાઓની મળી ગયેલ રીવ્યુ બેઠક

રાજકોટ, તા.,૧ : ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની ૧૫૬ નગરપાલિકાઓની ઝોન વાઇઝ રીવ્યુ બેઠક યોજાઇ રહી છે. તે અંતર્ગત અમદાવાદ ઝોનની ૪ જિલ્લાની ૨૫ નગરપાલિકાની રીવ્યુ બેઠક નડીયાદ ખાતે યોજાઇ હતી.

આ રીવ્યુ બેઠકમાં માર્ગદર્શન આપતા ધનસુખ ભંડેરીએ જણાવેલ કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના મજબુત નેતૃત્વમાં રાજ્યના નગરો અને મહાનગરોમાં  લોકોનું જીવન સરળ અને સુવિધાયુકત બન્યું છે અને ગરીબોનું જીવન ધોરણ ઉંચુ આવે તેવી માળખાકીય સુવિધાઓને ગુજરાત સરકારે પ્રાથમીકતા આપી છે ત્યારે રાજયના નગરો અને મહાનગરો સુખી, સંપન્ન અને સમૃધ્ધ બને તે દિશામાં રાજયની ભાજપ સરકાર કામ કરી રહી છે. તેમજ કોરોનાની મહામારીમાં પણ રાજયની ભાજપ સરકાર કામ કરી રહી છે. તેમજ કોરોનાની મહામારીમાં પણ રાજયની ભાજપ સરકારે પ્રજાહીત-લોકહીતના કામો અટકવા દીધા નથી.

રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્નો હલ થાય અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી નગર પાલીકાઓ મહાનગર પાલીકા જેવી બને અને મહાનગર પાલીકાઓ મેગાસીટી બને તેમજ નગર પાલીકાઓને ફાળવાયેલ ગ્રાન્ટના મહતમ ઉપયોગથી લોકોની પ્રાથમીક સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે આયોજનબધ્ધ કામગીરી થાય અને વહીવટી અને કાયદાકીય જ્ઞાનની એકબીજા સાથે આપ-લે થાય અને જાણકારીમાં વૃધ્ધી થાય તે માટે માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.

અમદાવાદ ઝોનનાં ૪ જીલ્લા જેમાં અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ જીલ્લાની કુલ મળી ૨૫ નગર પાલીકાઓ જેમાં અમદાવાદ જીલ્લાની વિરમગામ, ધંધુકા, આણંદ, ધોળકા, બાવળા અને બારેજા નગરપાલીકા, ખેડા જીલ્લાની નડીયાદ, કપડવંજ, મહેમદાવાદ, ચકલાસી, ખેડા, ડાકોર, કઠલાલ, મહુધા, કણજરી, ઠાસરા નગરપાલીકા, સુરેન્દ્રનગર જીલ્લાની સુરેન્દ્રનગર-વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, ચોટીલા, પાટડી નગર પાલીકા, બોટાદ જીલ્લાની બોટાદ, ગઢડા, બરવાળા નગરપાલીકા સહીતના નગર પાલીકાઓના પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક નડીયાદ ખાતે મળી હતી.

 ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ રીવ્યુ બેઠકમાં અમદાવાદ ઝોનના પ્રાદેશીક કમિશનર ડો.મનિષકુમાર બંસલ, નડીયાદ નગર પાલીકા પ્રમુખ દિપીકાબેન, પ્રોબેશન આઇ.એ.એસ. ઓફીસર રાજ સુથાર, ઝોન એડી. કલેકટર બારૈયા, નડીયાદ ચીફ ઓફીસર પ્રણવ પારેખ, અધિકારીઓ પટ્ટણીસાહેબ, નટુભાઇ દરજી, મીતાબેન બ્રહ્મભટ્ટ સહીત વિવિધ નગર પાલીકાના પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી ચેરમેનશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. આ બેઠકની વ્યવસ્થા એડી. ઝોન કલેકટર બારૈયા અને નટુભાઇ દરજીએ સંભાળી હતી.

(12:50 pm IST)