Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સુરતના તાલુકા હેલ્થ ઓફિસરે ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભમાં રહેલ શિશુનું પરીક્ષણ કરનાર બે તબીબોને રંગે હાથે ઝડપી પાડયા

સુરત:તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા તથા ખાનગી હોસ્પિટલ ચલાવીને ગેરકાયદેસર કરવાના કેસમાં સંડોવાયેલા બે તબીબોને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ દોષી ઠેરવી 10 વર્ષની કેદ તથા 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. 

તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. ડી એસ.સીધા તથા ડો.વિઠ્ઠલ એફ. પટેલ બંને અલગ અલગ જગ્યાએ ખાનગી ધોરણે અનુક્રમે સોહમ જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ તથા સ્મિત હોસ્પિટલ એન્ડ ફર્ટીલીટી સેન્ટર ચલાવતા હતા. જેમાં બંને તબીબો દ્વારા ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતા હોવાની બાતમીના આધારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તા. 20-9-12ના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જે દરમિયાન સોહમ હોસ્પિટલના તબીબ ડોકટર વિઠ્ઠલ પટેલની ક્લિનિકમાં સોનોગ્રાફી કરીને દર્દીની વિગતો દર્શાવી હતી. જ્યારે ડોક્ટર સિંધાની સ્મિત હોસ્પિટલમાં હોવા છતાં સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તથા ગર્ભપાત કેન્દ્રો તરીકે જાહેરાત કરેલી અને તબીબોને ત્યાંથી સોનોગ્રાફી મશીન સીલ કરી પી.એન.ડી.ટી.એક્ટના ભંગ બદલ ફરિયાદ કરવામાં આવી હતી. 

(5:53 pm IST)