Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાહુલ ગાંધીની અટકાયત અને હાથરસ ગેંગરેપના ગુજરાતમાં ઘેરા પડઘા :જામનગર, સુરત અને વડોદરામાં વિરોધ પ્રદર્શન

વડોદરા-સુરતમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ દેખાવો કર્યા : જામનગરમાં પૂતળાંદહન

અમદાવાદ : ઉત્તરપ્રદેશ પોલીસ રાહુલ અને પ્રિયંકા ગાંધીને એક્સપ્રેસ-વે પર ગેસ્ટ હાઉસમાં લઇ ગઇ. હાથરસ જઇ રહેલા બન્ને નેતાઓની પોલીસે ધરપકડ કરી હતી.હાથરસ રેપ પીડિતાના પરિવારની મુલાકાતે જતા રાહુલ ગાંધીને યુપી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને આ વખતે તેમને ધક્કો લાગતા તે પડી ગયા હતા જેને પગલે યુપીનો આ વિરોધ ગુજરાત પહોંચ્યો છે. અને યુપી સરકારનો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. જામનગર, સુરત અને વડોદરામાં વિરોધ થઈ રહ્યો છે.

રાહુલ ગાંધીની ધરપકડ મામલે કોંગ્રેસનો વડોદરામાં વિરોધ કરવામાં આવી રહી છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધીની ધરપકડ કરાઈ હતી. 

યુપીની હાથરસમાં બળાત્કારનીની ઘટના સામે વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અટકાય કરતા વિરોધ થઈ રહ્યો છે. પરિવાર ને મળવા જતા રાહુલની અટકાયત કરાઈ હતી. સુરતમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તા દ્વારા વિરોધ નોંધાવાયો છે. 

ઉત્તરપ્રદેશ-હાથરસમાં રાહુલની ધરપકડના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. રાહુલ ગાંધીની અટકાયત થતાં જામનગરમાં કોંગ્રેસ મેદાને પડ્યું છે. કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ  કર્યો છે. યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કર્યુ છે. 

(6:49 pm IST)