Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સુરત મનપાની કચરા ગાડીમાં મજૂરોનું પરિવહન !!: ગાડીના કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં ભરશે કે કેમ ?

કચરા ગાડીમાં જ બેસાડીને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઇ જતા મજૂરોન દ્રશ્યો કેમેરામાં કેદ

સુરત :  શહેરમાં કોરોનાની ગાઈડ લાઇનનું પાલન ન કરનારા નાગરિકોને સતત દંડ કરતી મનપા જ માનવીય જીવન સાથે ઘોર બેદરકારી આચરતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે મનપાની કચરા ગાડીમાં મજૂરોને લઇ જવામાં આવી રહ્યા હતા

નિયમોના ભંગ બદલ લોકોને છાશવારે દંડ કરતી શહેર મનપા કોન્ટ્રાકટરો સામે શા માટે લાલજાજમ બિછાવે છે ? સુરત શહેરમાં કચરાનું વહન કરતી ગાડીઓની હાલત અને તેમાં કામ કરતા સફાઈ કર્મચારીઓની સાથે કીડી મકોડા જેવો વ્યવહાર કરતા કોન્ટ્રાકટરો વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે ગંધાતા વાસ મારતા કચરાની ગાડીઓમાં માસ્ક, હેન્ડ ગ્લોઝ , સેફટી શૂઝ અને વિના હેલ્મેટે કામ કરતા સફાઈ કર્મચારીઓ ને જોઈ ને કોઈને પણ દયા આવી જાય ત્યારે અહીં તો વાત છે કચરા ગાડીમાં જ બેસાડીને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઇ જતા મજૂરોની આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કચરાની ગાડી નંબર G J 16 U 2413માં 20 મજૂરોને લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે કચરા ગાડીના ચાલકને પૂછતાં તેઓ અવાર-નવાર આ રીતે જતા હોવાનું જણાવ્યું હતું ત્યારે અમાનવીય રીતે કચરા ગાડીમાં ઘેટાં બકરાની જેમ ભરીને મજૂરોને લઇ જતી આ ગાડીના કોન્ટ્રાકટર વિરુદ્ધ મનપા પગલાં ભરશે કે પછી અધિકારીઓની મીઠી નજર તળે આગે સે ચાલી આ રહી હે ની જેમ આ બધું ચાલ્યા કરશે.

(8:44 pm IST)