Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રેડિયો પ્રિઝન તથા સ્ટાફ ડિસ્પેન્સરીની શરૂઆત થઇ

મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન દ્વારા સંચાલિત

અમદાવાદ,તા.૦૧ : સમગ્ર રાજયમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરુપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતેના  બંદીવાન ભાઇઓને જેલમાં મનોરંજન મળી રહે તેમજ તેઓ જેલનાં બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી શકે તે માટે ગુજરાત જેલ વિભાગ દ્વારા બંદીવાનો માટે અને તેમના દ્વારા સંચાલિત 'લ્લરેડિયો પ્રિઝનલ્લલ્લ સ્ટેશનની શરૂઆત આવતીકાલથી કરવામાં આવશે. જેનો હેતુ છે કે બંદીવાનોને તેના દ્વારા ઉપયોગી શૈક્ષણિક, કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી જેલમાંથી મળી શકે અને બંદીવાન ભાઇઓ તેનો મહત્તમ લાભ લઇ શકે. ઉપરાંત જેલના સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેઓના પરિવારજનોને પ્રાથમિક સારવાર ત્વરિત મળી રહે તે માટે જેલ સ્ટાફ લાઈન ખાતે નવનિર્માણ 'સ્ટાફ ડિસ્પેન્સરીલ્લ નું ઉદઘાટન આવતીકાલે ગાંધીજયંતી નિમિત્તે અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી અને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જેલ અને સુધારાત્મક  વહીવટ .ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવનાર છે. ઉપરોકત બંને કાર્યક્રમો અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આવતીકાલે ઓક્ટોઅર ૨૦૨૦ ના રોજ સવારે  .૩૦ કલાકે યોજાનાર છે એમ અમદાવાદ મધ્યસ્થ જેલ તરફથી જણાવવામાં આવ્યું છે.

(9:09 pm IST)