Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

દેવું ચૂકવવા માટે યુવકે છરીની અણીએ લૂંટ ચલાવી

કાકાના ત્યાં લૂંટ કરવાનો પ્લાન હતો

અમદાવાદ,તા.૦૧ : લોકડાઉનના કારણે સામાન્ય વર્ગના લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે અમદાવાદમાં એક યુવકની લોકડાઉનમાં નોકરી જતી રહેતાં ૩૦,૦૦૦નું દેવું થઈ ગયું હતું. જેના કારણે દેવું ચૂકવવા યુવકે છરીની અણીએ લૂંટ ચલાવી હતી જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. શહેરના થલતેજ વિસ્તારના સોમવિલા બંગલામાં ૨૮ સપ્ટેમ્બરે ભરબપોરે લૂંટની ઘટના બની હતી જેમાં છરીની બતાવીને ૫૨,૦૦૦ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી. ચકચારી બનેલા ગુનાની તપાસ સોલા પોલીસ દ્વારા ચાલી રહી હતી ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી નીરવ પટેલની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેને સ્જષ્ઠૈં્ સુધીનો અભ્યાસ કર્યો છે અને લોકડાઉનમાં નોકરી જતી રહી હતી જેથી ૩૦,૦૦૦ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આરોપીએ પોતાના દૂરના કાકાના ત્યાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો જે પ્લાન તેણે વેબ સિરિઝ અને ક્રાઈમના પ્રોગ્રામ જોઈને બનાવ્યો હતો.

 તે થલતેજ પ્લાન મુજબ લૂંટ કરવા ગયો હતો પરંતુ તેને ઘર મળતાં અન્ય ઘરને ટાર્ગેટ કર્યું હતું.આરોપી નીરવે - વાર લૂંટ કરવા આવ્યો સોસાયટીમાં આંટા માર્યા હતા અને બાદમાં મોકો મળતાં ડોકટરના ઘરમાં ઘુસી જઈને લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીએ લૂંટ કરવા માટે ચોરી કરેલી બાઈકનો ઉપયોગ કર્યો હતો અને લૂંટ બાદ બાઇક પણ પાછું મૂકી દીધું હતું અને આરોપીએ લૂંટ બાદ વખત કપડાં પણ બદલ્યાં હતાં જેથી ઓળખ ના થઇ શકે.

(9:13 pm IST)