Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અમદાવાદના સેન્ટ્રલ જેલનાં કેદીઓ બનશે રેડિયો જોકી: ’રેડિયો પ્રિઝનર સ્ટેશન શરૂ:બંદિવાનો જ કરશે સંચાલન

રેડિયો માત્ર જેલના પુરતુ જ હશે. હાલ પુરતું આરજે પાસે કેદીઓને ટ્રેનિંગ અપાશે

અમદાવાદ :  રાજયમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરુપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે  બંદીવાન ભાઇઓને જેલમાં મનોરંજન મળી રહે તેમજ જેલનાં બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી શકે તે માટે જેલ વિભાગ દ્વારા બંદીવાનો માટે અને તેમના દ્વારા જ સંચાલિત ‘’રેડિયો પ્રિઝનર સ્ટેશનની શરૂઆત કરાઈ છે,જેનો હેતુ છે કે બંદીવાનોને તેના દ્વારા ઉપયોગી શૈક્ષણિક, કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી જેલમાંથી જ મળી શકે અને બંદીવાન ભાઇઓ તેનો મહત્તમ લાભ લઇ શકે.

આ ઉપરાંત જેલના સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેઓના પરિવારજનોને પ્રાથમિક સારવાર ત્વરિત મળી રહે તે માટે જેલ સ્ટાફ લાઈન ખાતે નવનિર્માણ સ્ટાફ ડિસ્પેન્સરીનું ઉદઘાટન ગાંધીજયંતી નિમિત્તે અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જેલ અને સુધારાત્મક  વહીવટ દ્વારા થશે. મહત્વનું છે કે ધોરણે સૌપ્રથમ વખત અમદાવાદ સેન્ટ્રલ જેલ દ્વારા રેડિયો ની શરૂઆત કરવામાં આવી રહી છે. જેલ તંત્ર દ્વારા જેલના કેદીઓ દ્વારા બનાવામાં આવતા ભજીયાને પણ અદ્ભુત સફળતા મળી હતી.

જો કે આ રેડિયો માત્ર જેલના પુરતુ જ હશે. હાલ પુરતું આરજે પાસે કેદીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યાર બાદ કેદીઓ દ્વારા જ સમગ્ર રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. સવારે 8થી 12 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી આ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. આ સ્ટેશનમાં રેડિયો માટે જરૂરી તમામ અત્યાધુનિક સાધનો મંગાવાયા છે. પ્રાયોગિક ધોરણે અહીં આ પ્રોજેક્ટ મુકાયો છે. જો તે સફળ રહેશે તો બાદમાં તેને અન્ય જેલોમાં પણ લાગુ કરવામાં આવશે.

 

(11:59 pm IST)
  • ગુજ. હાઈકોર્ટમાં ૩ જજ નિમાયા : રાષ્ટ્રપતિશ્રી દ્વારા સર્વશ્રી વૈભવી દેવાંગભાઈ નાણાવટી, નિર્ઝરકુમાર દેસાઈ અને નિખિલ કરિયલની ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક access_time 10:46 pm IST

  • કોરોનાને મહાત આપીને હોસ્પિટલમાંથી 100 દિવસ બાદ ડિસ્ચાર્જ થયેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફોન કર્યો: પીએમ મોદીએ ભરતસિંહના ખબર અંતર પૂછ્યા અને શુભકામનાઓ પાઠવી. access_time 7:03 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માટેનું સ્પેશિઅલ પ્લેન ' બોઇંગ 777 ' આજ 1 ઓક્ટોબરના રોજ ભારતની ધરતી ઉપર ઉતરશે : સજજડ સુરક્ષા સાથે બખ્તર સમાન ગણાતું આ પ્લેન અમેરિકાના ડલ્લાસમાં તૈયાર કરાયું છે : વડાપ્રધાન ,ઉપરાંત રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિ પણ આ પ્લેનનો ઉપયોગ કરી શકશે access_time 12:15 pm IST