Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અમેરિકાના જ્યોર્જિયા વિશ્વ વિદ્યાલયે કોરોના સંક્રમણને લઈને કર્યું નવું સંશોધન

નવી દિલ્હી: કોરોના વાઈરસે હાલ પુરા વિશ્વને ઝપટમાં લીધો છે અને હાલ તેની કોઈ વેકસીન કે દવા શોધાઈ નથી, આ દરમિયાન અમેરિકાના જયોર્જીયા વિશ્ર્વ વિદ્યાલયે સંક્રમણને લઈને નવું અધ્યયન કર્યું છે. જે મુજબ બંધ જગ્યામાં કોરોનાના હવામાં સંચરણના વધતા પુરાવાને સમર્થન મળ્યું છે.

        સંશોધકોએ કોરોનાથી સંક્રમીત એક ચીની રોગીનો અભ્યાસ કર્યો હતો, જેના કારણે એરક્ધડીશન્ડ બસમાં સવાર અન્ય યાત્રીઓ પણ કોરોનાની ઝપટમાં આવી ગયુ હતું. અલબત, બસમાં શારીરિક દૂરીનું પાલન થયું હતું તેમ છતાં કોરોના સંક્રમણ ફેલાવાનું કારણ હતું એસી બસની બંધ બારીઓ વેન્ટીલેશન (હવાની અવરજવર)ની સમસ્યાને કારણે અન્ય યાત્રીઓ પણ કોરોનાનો શિકાર બન્યા હતા.

(6:20 pm IST)