Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

H-1B વિઝા ફી માં વધારા ઉપર યુ. એસ. ડીસ્ટ્રીકટ કોર્ટની રોક : ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા સુચવાયેલો વધારો 2 ઓક્ટોબરથી લાગુ નહીં પડે

પુના : યુ.એસ. સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ દ્વારા  H-1B વિઝા ફી માં  2 ઓક્ટોબરથી વધારો લાગુ થવાનો હતો જેના ઉપર ફેડરલ કોર્ટએ રોક લગાવી દીધી છે.
ભારતની સહીત અન્ય  ગ્લોબલ કંપનીઓ કે જ્યાં કર્મચારીઓની સંખ્યા 50 કરતા વધુ હોય અથવા અડધાથી વધારે કર્મચારીઓ H-1B વિઝા ધારક હોય તેવી કંપનીઓ ઉપર 2 ઓક્ટોબરથી 20 ટકા ફી વધારો સુચવાયો હતો.તથા ઇન્ટર્નલ કંપની ટ્રાન્સફર માટે 75 ટકા જેટલો વધારો  થતો  હતો.જેના કારણે વિઝાધારક દીઠ કંપનીઓ ઉપર 4000  થી 4500 ડોલરનું ભારણ આવી શકે તેમ હતું.જેના વિરોધમાં કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
ઉલ્લખનીય છે કે એચ 1બી વિઝા 3 વર્ષ માટે આપવામાં આવે છે.ત્યાર પછી તે બે વખત લંબાવી શકાય છે.

(8:35 am IST)