Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોના ર૦ર૦નું શૈક્ષણિક સત્ર ખાઇ ગયું!

દેશની બજારોમાં ર૦ હજાર કરોડની સીઝનના બેહાલ

દેશભરમાં શાળા યુનિફોર્મનો ર હજાર કરોડનો સ્ટોક અટકયો

નવી દિલ્હી તા. ૧: વર્ષ ર૦ર૦નું સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ પૂરૃં થવા આવ્યું છે. શાળાના બાળકો નવા યુનિફોર્મ પહેરવા તરસી ગયા છે બીજી બાજુ દેશભરના ર૦ હજાર કરોડ શાળા યુનિફોર્મ ફેબ્રિકસ, રેડીમેડ, હોઝીયરી વગેરેના ઉત્પાદનમાં અંદાજે પ ટકા ભાગીદારી રાખતા સુરતમાં ૧૦૦ કરોડનો અને સંપૂર્ણ દેશમાં અંદાજે બે હજાર કરોડ રૂપિયાનો ફેબ્રિકસ સ્ટોક અટકી પડયો છે. સુરતમાં વર્ષના એક હજાર કરોડ રૂપિયાના યુનિફોર્મ તેમજ ડ્રેસ મટિરિયલ્સનો કારોબાર થાય છે ત્યાં અઢીસો ઉત્પાદક શાળા યુનિફોર્મ આધારિત ફેબ્રિકસ બનાવી રહ્યા છે.

યુનિફોર્મ ઉત્પાદક ડિસેમ્બરમાં જ આવતા સીઝનની તૈયારીઓ કરે છે કે જેથી જુલાઇના શૈક્ષણિક સત્રમાં લાખો શાળાઓને યુનિફોર્મ તૈયાર મળ્યા તેથી તેઓ ડિસેમ્બરમાં જ ગ્રે કપડું ખરીદીને પ્રોસેસિંગ એકમોમાં આપે છે માર્ચ સુધીમાં આ કપડા દેશભરના રેડીમેઇડ ગારમેન્ટ ઉત્પાદકો સુધી પહોંચે છે.

સોલાપુરમાં કારખાના બંધઃ હજારો બેરોજગાર

મહારાષ્ટ્રનું સોલાપુર યુનિફોર્મનું હબ છે જયાં હજારો નિર્માતાઓ પાસેથી દેશભરના વિક્રેતાઓ યુનિફોર્મ ખરીદે છે સોલાપુરમાં ઉત્પાદકોની પાસે અંદાજે ર૦૦ કરોડના શાળા યુનિફોર્મ જમા થોવાથી અડધાથી વધું કારખાના બંધ થઇ ગયા.

ગ્રે કાપડ તૈયાર કરાવ્યું ભાવ ઘટયા

એક ફેબ્રિકસ કંપનીના પ્રબંધક કમલેશ ગાદિયાના જણાવ્યા મુજબ શાળા યુનિફોર્મ ઉપયોગી કપડાની માંગ ન હોવાથી ગ્રે કપડાના ભાવોમાં ભારે ઘટાડો નોંધાયો છે.

(11:39 am IST)