Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પાકિસ્તાનમાં બળાત્કારનો ભોગ બનેલી 17 વર્ષીય હિન્દૂ યુવતીની આત્મહત્યા : બળાત્કારનો આરોપી અવારનવાર બ્લેકમેલ કરતો હોવાથી કુવામાં ઝંપલાવી દીધું

પેશાવર : પાકિસ્તાનના થરપાકર સ્થિત 17 વર્ષીય હિન્દૂ યુવતીએ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.જેના કારણમાં જાણવા મળ્યા મુજબ બળાત્કારનો આરોપી અવારનવાર બ્લેકમેલ કરતો હતો.જે હાલમાં જામીન  ઉપર મુક્ત છે.
પીડિતાના પિતા તથા પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમની દીકરી ઉપર જુલાઈ 2019 માં ત્રણ નરાધમોએ બળાત્કાર કર્યો હતો.જેઓ હાલમાં જામીન મુક્ત છે.જેમણે બળાત્કાર કરવાની સાથોસાથ ઘટનાનો વિડિઓ પણ ઉતારી લીધો હતો.
તબીબી રિપોર્ટમાં પણ બળાત્કાર થયાનું પુરવાર થયું હતું .તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)
  • ગુજ. હાઈકોર્ટમાં ૩ જજ નિમાયા : રાષ્ટ્રપતિશ્રી દ્વારા સર્વશ્રી વૈભવી દેવાંગભાઈ નાણાવટી, નિર્ઝરકુમાર દેસાઈ અને નિખિલ કરિયલની ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક access_time 10:46 pm IST

  • પોલીસનો કોંગ્રેસીઓ ઉપર લાઠીચાર્જ : પોલીસે અટકાવ્યા તો રાહુલ-પ્રિયંકા પગપાળા હાથરસ જવા નીકળ્યાઃ પોલીસનો કોંગ્રેસીઓ ઉપર લાઠીચાર્જ પીડિત પરીવારને ન્યાય અપાવવા માંગ access_time 3:42 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 63 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં નવા 86,748 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 63,10,267 થઇ :9,40,644 એક્ટિવ કેસ :વધુ 85,274 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 52,70,007 રિકવર થયા :વધુ 1179 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 98,708 થયો access_time 12:51 am IST